shani sade sati in 2020 and upay shani in kundli impact
  • Home
  • Astrology
  • સપ્ટેમ્બર 2020 સુધી આ પાંચ રાશિઓએ રહેવું સાવધાન, શનિની સાડાસાતી કરશે નુકસાન

સપ્ટેમ્બર 2020 સુધી આ પાંચ રાશિઓએ રહેવું સાવધાન, શનિની સાડાસાતી કરશે નુકસાન

 | 3:01 pm IST

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહનું વિશેષ મહત્વ છે. કોઈપણ વ્યક્તિની કુંડળીનો અભ્યાસ કરતી વખતે, કુંડળીમાં શનિની દશા ખૂબ કાળજીપૂર્વક જોવાતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ જેટલું દુ:ખ પહોંચાડે છે, તેટલી સાધન-સંપત્તિ પણ આપે છે. શનિનું નામ આવતા જ લોકોના મનમાં ભય બેસી જાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં શનિ નબળો હોય છે, ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ શરૂ થાય છે. 

આ સિવાય જ્યારે પણ શનિ ગ્રહનું ગોચર થાય ત્યારે તેની તમામ 12 રાશિના જાતકો પર શુભ અને અશુભ પ્રભાવ પડતો હોય છે. હાલ શનિ મકર રાશિમાં છે, જ્યાં તે વક્રી છે. 29 સપ્ટેમ્બર સુધી શનિ વક્રી રહેશે. આની સીધી અસર એ રાશિઓ પર વધારે થશે જેમના પર સનીની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય.

ત્રણ રાશિઓ પર શનિની સાડાસાતી
શનિ હાલમાં મકર રાશિમાં વક્રી ગતીથી આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં શનિની સાડાસાતી ધન રાશિ, મકર અને કુંભ રાશિ પર છે. શનિની સાડાસાતી ત્રણ તબક્કામાં હોય છે. પ્રથમ, બીજો અને ત્રીજો તબક્કો. ધનરાશિ પર શનિની સાડાસાતીનું અંતિમ ચરણ છે મકર રાશિ પર બીજો તબક્કો અને કુંભ રાશિ પર પ્રથમ તબક્કો છે. શનિની સાડાસાતીથી અનેક પ્રકારની મુશ્કેલીઓ શરૂ થાય છે. કામ સમયસર પૂર્ણ થતું નથી. રોગ ઘેરી લે છે અને આર્થિક સંકટ રહે છે.શનિની ઢૈયા બે રાશિ પર. 

જ્યોતિષની ગણતરીમાં શનિની ઢૈયાને અશુભ માનવામાં આવે છે. હાલમાં, શનિની ઢૈયા મિથુન અને તુલા રાશિ પર છે. છે. શનિ જન્મ રાશિથી ચોથા અને આઠમા સ્થાને ગોચર કરે તેને ઢૈયા કહેવામાં આવે છે. જે અઢી વર્ષ સુધી ચાલે છે, આ સમય ગાળો જાતક માટે પણ ખૂબ પીડાદાયક છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિની વક્રી ગતિને સારી માનવામાં આવતી નથી. આથી 29 સપ્ટેમ્બર શનિની મકર રાશિમાં વક્રી રહેવાથી ધનરાશિ, મકર, કુંભ, મિથુન અને તુલા રાશિના જાતકોને સાવચેતી રાખવાની જરૂર રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં, શનિની અશુભ અસરોને ઘટાડવાની કેટલીક રીતો છે.

શનિની કૃપા મેળવવા કરો આ ઉપાય
શનિની સાડાસાતી અને ઢૈયા ઉપરાંત, શનિ હંમેશા આવા ગરીબ અને અસહાય લોકોને હેરાન કરતા આવા લોકો પર અશુભ છાયા રહેશે. શનિને ખુશ કરવા માટે, શનિદેવની પૂજા કરવા અને મંદિરમાં દર શનિવારે સરસવનું તેલ અને કાળા તલ ચડાવો. આ ઉપરાંત દર શનિવારે પીપળાના ઝાડને પાણી આપવાથી શનિનો ક્રોધ ઓછો થાય છે.
– હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અને શનિના મંત્રોનો જાપ કરવાથી શનિની અસર ઓછી થાય છે.
– કાળી ગાયને રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

આ વીડિયો જુઓ: આજે કરીશું મહાકાળી માતાજીની આરતી 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન