શિવજીના પરમ ભક્ત શનિદેવને ખુશ કરવા માટે શ્રાવણ માસમાં કરો આ 5 ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • શિવજીના પરમ ભક્ત શનિદેવને ખુશ કરવા માટે શ્રાવણ માસમાં કરો આ 5 ઉપાય

શિવજીના પરમ ભક્ત શનિદેવને ખુશ કરવા માટે શ્રાવણ માસમાં કરો આ 5 ઉપાય

 | 11:03 am IST

શનિદેવ કર્મોનું ફળ આપનાર દેવ છે. ગ્રહોની દશા પણ જ્યારે ખરાબ હોય ત્યારે પણ શનિદોષના કારણે કઠોર પરિશ્રમ કરવો પડે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે શનિદેવ માત્ર કુદ્રષ્ટિ રાખનાર ગ્રહ જ છે. જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓનું કારણ માત્ર શનિદેવ જ હોય તે માન્યતા પણ ખોટી છે. શનિદેવનો સ્વભાવ એવો પણ છે કે જો તે કોઈ પર કૃપાદ્રષ્ટિ રાખે તો તે વ્યક્તિના તમામ કામ સફળ જ થાય છે. તો આજે જાણી લો કેવી રીતે શક્ય બનશે આ ચમત્કાર.

– ભગવાન શંકરને કાળા તલ અને કાચું દૂધ ચડાવવું.
– શનિવાર અથવા મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો.
– કાળા અડદ વહેતા પાણીમાં પ્રવાહિત કરવા.
– શનિવારે પીપળા નીચે દીવો કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
– ઘરમાં સંધ્યા સમયે નિયમિત ગુગળનો ધૂપ કરવો.

શનિદેવ શિવજીના પરમ ભક્ત હતા, તેથી ઉપરોક્ત ઉપાય શ્રાવણ માસમાં કરવાથી શનિદેવની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.