Shani's Margi Chal Will Make People Of These Rashi Economically Stronger
  • Home
  • Astrology
  • શનિની સીધી ચાલ શરૂ, આ રાશિના જાતકો થશે માલામાલ – આ એક રાશિને સૌથી વધુ ખતરો

શનિની સીધી ચાલ શરૂ, આ રાશિના જાતકો થશે માલામાલ – આ એક રાશિને સૌથી વધુ ખતરો

 | 3:35 pm IST

ન્યાયના દેવતા શનિ મંગળવાર, 29 સપ્ટેમ્બરના વક્રીથી માર્ગી થવા જઇ રહ્યા છે. શનિ સવારે 10 વાગ્યેને 45 મિનિટ પર વક્રીથી માર્ગી થયા છે. શનિ દેવની ચાલ બદલાતા જ 8 રાશિના જાતોને ઝોળી ખુશીઓથી ભરાઈ જશે અને તેઓ આર્થિક રીતે પણ સધ્ધર થઈ જશે. શનિના માર્ગી થયા બાદ આગામી 141 દિવસ સુધી અનેક રાશીઓને ભરપુર લાભ મળશે.

મેષ: શનિ તમારા દશમાં ભાવમાં છે. કેરિયરથી જોડાયેલી સમસ્યા ખત્મ થશે. આગામી 6 મહિનામાં રોજગારની શોધ ખત્મ થઈ શકે છે. 10મો ભાવ કર્મનો ભાવ હોય છે અને શનિ પણ કર્મના દેવતા છે. ઑક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે અનેક ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. જોકે જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા વધી શકે છે.

વૃષભ: શનિ વૃષભ રાશિના 9માં ભાવમાં સીધી ચાલ ચાલશે. આ ભાવ ભાગ્યનો ભાવ છે અને શનિ તમારા કર્મના સ્વામી છે. લાંબા સમયથી ચાલી રહેલી ખરાબ સ્તિતિમાં સુધારો થઈ શકે છે. વર્ષના અંતિમ ત્રણ મહિનામાં માતા-પિતાની સાથે થોડાક વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. ભાઈ-બહેન સાથે સંપત્તિને લઇને વિવાદ થઈ શકે છે.

મિથુન : મિથુન રાશિના આઠમા ભાવમાં શનિ માર્ગી થવા જઇ રહ્યા છે. શનિનો વધારે પ્રભાવ 10માં ભાવ એટલે કે ધન ભાવ પર રહેશે. સમય ઘણો સારો નથી રહેવાનો. આગામી 6 મહિના ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે, પરંતુ ધનના મામલે સ્થિતિ સારી થઈ શકે છે. પિતાની તબિયતને નુકસાન થઈ શકે છે.

કર્ક: શનિ તમારી રાશિના સાતમાં ભાવમાં માર્ગી થવા જઇ રહ્યા છે. જીવનમાં આળશ ભરેલી રહેશે. આળસુ રહેવાના કારણે અનેક મોટા અવસર હાથમાંથી નીકળી શકે છે. અત્યાર સુધી ચાલી રહેલી પૈસાની તંગીમાં કંઇક અંશે સુધારો થશે. તણાવ વધારે લઇ રહ્યા છો તો શનિનું છાયા દાન કરવાથી લાભ થશે. શનિની દ્રષ્ટિમાં વિષ હોય છે આ કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

સિંહ: સિંહ રાશિના છઠ્ઠા ભાવમાં શનિ માર્ગી થવા જઇ રહ્યા છે. શનિની સંપૂર્ણ દ્રષ્ટિ 8માં અને 9માં ભાવ પર હશે. શત્રુઓ પર જીત મેળવી શકશો. ખર્ચમાં કાપ થશે. કોઈ પણ કામમાં મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આગામી 6 મહિનામાં મહેનતનું સારું ફળ તમને મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓથી મુક્તિ મળશે. નોકરી બદલનારાઓ માટે ડિસેમ્બરથી માર્ચનો સમય ઘણો શુભ રહેશે.

કન્યા: કન્યા રાશિના પાંચમાં ભાવમાં શનિ માર્ગી થશે. વાંચતા-લખતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. બાળકોના અભ્યાસને લઇને સમય સારો રહેશે. નવા કામ અને વેપારની શરૂઆત થવાની સંભાવના છે.

તુલા: તુલા રાશિના ચોથા ભાવમાં શનિ માર્ગી હશે. માનસિક સ્થિતિ થોડીક નબળી રહેશે. આર્થિક રીતે પણ થોડાક નબળા રહેશો. આગામી 6 મહિનામાં ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા થઈ શકે છે. ડિસેમ્બર પછી દેશ-વિદેશમાં યાત્રાના યોગ બની શકે છે.

વૃશ્વિક: શનિ તમારી રાશિના ત્રીજા ભાવમાં માર્ગી થવા જઇ રહ્યા છે. લાંબા સમય સુધી સાડા સાતી સહન કર્યા બાદ શનિ વક્રી થઈ ગયા હતા, જેનાથી તમને વધારે નુકસાન થયું, પરંતુ હવે ખરાબ સમય ટળી ગયો છે. મુશ્કેલીઓ ખત્મ થવા જઈ રહી છે અને તમને આર્થિક લાભ મળવા જઇ રહ્યો છે.

ધન: ધન રાશિના બીજા ભાવમાં શનિ માર્ગી હશે. તમને મળનારા પરિણામ મહેનત પર નિર્ભર કરશે. માર્ગ શનિથી તમને લાભ મળી શકે છે. પૈસાની તંગી દૂર થઈ શકે છે. જોકે બાળકોની શિક્ષા, જમીન, સંપત્તિના મામલે ખર્ચા વધી શકે છે.

મકર: મકર રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. ત્રીજા, સાતમા અને કર્મ ભાવમાં શનિની દ્રષ્ટિ થવાથી તમારી મુશ્કેલીઓ અત્યારે પણ ઓછી નહીં થાય. સાડાસાતીનો બીજો તબક્કો છે. સૌથી વધારે સ્વાસ્થ્યને નુકસાન થશે. જોકે આર્થિક રીતે વધારે મુશ્કેલીઓ નહીં જોવા મળે. ઑફિસમાં તમારા કામની પ્રશંસા થશે.

કુંભ: શનિ તમારી રાશિના 12મા ભાવમાં માર્ગી થશે. શનિ કુંભ રાશિનો જ સ્વામી છે. ધન ભાવ, શત્રુ ભાવ અને ભાગ્ય ભાવ પર શનિની દ્રષ્ટિ છે. આ સમય વાદ-વિવાદથી ભરેલો રહેશે. વ્યક્તિગત જીવનમાં ઉથલ-પાથલ રહેશે. કોઈ પણ મોટા ખર્ચા, રોકાણ અથવા ગાડી ખરીદવાથી બચો. આર્થિક સ્થિતિ પણ ઘણી સારી રહેવાની સંભાવના નથી.

મીન: મીન રાશિના 11માં ભાવમાં શનિ માર્ગી હશે. શનિની સીધી ચાલ તમને લાભ અને હાનિ બંને આપશે. કેરિયર ચમકાવાનો સમય આવી ગયો છે. આળસનો ત્યાગ કરવાથી અને સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવાથી શનિ ઘણો જ લાભ આપશે.

આ વિડીયો પણ જુઓ: જાણો શનિદેવની માર્ગી ચાલની અશુભ અસરોથી બચવા કેવા કરવા ઉપાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન