Shankar kurhade wearing Gold Mask, know the price
  • Home
  • Business
  • આ શખ્સે તો ભારે કરી…કોરોનાથી બચવા પહેર્યું સોનાનું માસ્ક, કિંમત અને વજન જાણો ચોંકી જશો

આ શખ્સે તો ભારે કરી…કોરોનાથી બચવા પહેર્યું સોનાનું માસ્ક, કિંમત અને વજન જાણો ચોંકી જશો

 | 3:48 pm IST

મહામારી કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ મહારાષ્ટ્રના મોટા શહેર પુણે નજીક પિંપરી ચિંચવડમાં શંકર કુરહાડે શખ્સ આજકાલ તેમના માસ્કના કારણે ચર્ચામાં છે. જી હાં, કારણ કે તેમનું આ માસ્ક કાપડનું નહીં પણ સોનાનું છે. આ માસ્ક લગભગ સાડા પાંચ તોલાનું છે અને તેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે કેટલીક મીડિયા રિપોર્ટમાં તો એવો દાવો કરવામાં આવ્યો છે કે આ દુનિયાનું સૌથી મોંઘું માસ્ક છે. મીડિયા રિપોર્ટ મુજબ ગોલ્ડ રસિયા શંકર પોતાના શરીર પર લગભગ 3 કિલો સોનું પહેરે છે. તેમના ગળામાં સોનાની જાડી ચેન, હાથોની દસે આંગળીઓમાં ગોલ્ડની વીંટી અને કાંડા પર સોનાનું બ્રેસલેટ પહેરે છે.

માસ્કની કેટલી છે કિંમત:

મીડિયા રિપોર્ટ મુજબ આ માસ્કને બનાવવા પાછળ 2 લાખ 90 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માસ્કનું વજન લગભગ સાડ પાંચ તોલા છે. આ માસ્કમાં શ્વાસ લેવા માટે નાના-નાના છીદ્ર બનેલા છે. કોરોનાથી બચવા માટે આ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. શંકેરે કહ્યું કે કોલ્હાપુરમાં એક વ્યક્તિને ચાંદીનું માસ્ક પહેરતા ટીવી પર જોયો હતો. તેથી તેમને પણ આ આઈડિયા આવ્યો.

આ વીડિયો પણ જુઓ: અડાજણની LH બોધરા સ્કૂલમાં પણ ફી મુદ્દે હોબાળો શરૂ થયો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન