એક સમયે સૉફ્ટવેર એન્જીનિયર હતો આ જાણીતો બોલિવુડ સિંગર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • એક સમયે સૉફ્ટવેર એન્જીનિયર હતો આ જાણીતો બોલિવુડ સિંગર

એક સમયે સૉફ્ટવેર એન્જીનિયર હતો આ જાણીતો બોલિવુડ સિંગર

 | 5:39 pm IST

બોલિવુડના જાણીતા સિંગર, કંપોઝર શંકર મહાદેવનનો જન્મ 3 માર્ચ 1967નાં રોજ થયો હતો. તેઓ મુંબઇમાં રહેતા તમિલ અયંગર પરિવારમાં મોટા થયા હતા. શંકર મહાદેવન એવા મ્યૂઝિક કંપોઝર્સમાંથી એક છે જે ભારતીય શાસ્ત્રીય સંગીત અને કાર્નેટિક મ્યૂઝિક સાયન્સ બંનેમાં પારંગત છે.

શંકર મહાદેવને સંગીતા મહાદેવન સાથે લગ્ન કર્યા છે. તેમના સિદ્ધાર્થ અને શિવમ નામનાં 2 દીકરા છે અને તેઓ બંને મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં સક્રીય છે.

શંકર મહાદેવને પોતાનાં 20 વર્ષિય લાંબા કેરિઅરમાં તમિલ, તેલુગુ, પંજાબી, હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી વગેરે ભાષાઓનાં ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.

શંકર કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેમની પાસે એન્જીનિયરિંગની ડિગ્રી પણ છે. સંગીત ક્ષેત્રે પગ જમાવ્યા પહેલા તેઓ ઑરેકલમાં સૉફ્ટવેર પ્રોગ્રામર તરીકે કામ કરતા હતા.

શંકરની પત્ની સંગીતા કહે છે કે, “જો શંકર મ્યૂઝિક કંપોઝર ના હોત તો શેફ હોત. તેઓ જમવાનું સારું બનાવે છે.”