NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હું સીએમની રેસમાં નથીઃ શંકરસિંહ વાઘેલા

હું સીએમની રેસમાં નથીઃ શંકરસિંહ વાઘેલા

 | 5:47 pm IST

હું મુખ્યમંત્રીની રેસમા નથી આ શબ્દો વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં યોજાયેલા ‘કોંગ્રેસ આવે છે’ સંમેલનમાં બોલ્યા હતા. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એક રાજ્ય સિવાય બાકીનામાં કારમી હાર મળ્યા પછી કોંગ્રેસની નજર ગુજરાત તરફ મંડાયેલી છે. આ વર્ષમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આજથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારના સત્તાવર શ્રીગણેશ થઈ ગયા છે.

કોંગ્રેસ સંમેલનને સંબોધતા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું સી.એમ.ની રેસમાં નથી. મારી સફર તો માત્ર વિધાનસભા ચુંટણી સુધી જ છે. હું મારા-તારાની રેસમાં નથી. આ ઉપરાંત તેમણે એમ જણાવ્યું હતું કે રાજકારણમાં ધ્રૂવિકરણ 2002થી ચાલે છે. આ ચુંટણી ટર્નિંગ પોઇન્ટ બનવાની છે. એક બે ધારાસભ્યો જીતવાથી કંઈ નહીં થાય. કંઈ નહીં હોય તો માથે હાથ દઇને બેસશો. ઉલ્લેખનિય છેકે આ સંમેલમાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમણે આ સંમેલનને સંબોધ્યું હતું.

આ સંમેલનમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છુક મૂરતિયાઓ માટે આ સંમેલન યોજવામાં આવ્યું છે. આ સમંલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત, ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા જેવા કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ સાથે ચૂંટણી લડવા ઇચ્છુક મૂરતિયાઓને માર્ગદર્શન પણ આપવામાં આવશે. જોકે, આ સંમેલનમાં ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો ઉપરથી ટિકિટના દાવેદારો ઉમટી પડ્યા હતા. આમ રાજનીતિમાં પોતાનું ભાવી અજમાવા માટે અનેક યુવાનોએ ઉત્સુક્તા દર્શાવી હતી.