ગુજરાત કૉંગ્રેસમાં ભડકાના એંધાણ, બાપુ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પાછું શું બોલ્યા? - Sandesh
NIFTY 10,557.65 +31.45  |  SENSEX 34,413.05 +81.37  |  USD 65.7575 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાત કૉંગ્રેસમાં ભડકાના એંધાણ, બાપુ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પાછું શું બોલ્યા?

ગુજરાત કૉંગ્રેસમાં ભડકાના એંધાણ, બાપુ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પાછું શું બોલ્યા?

 | 2:26 pm IST

કૉંગ્રેસના વિધાનસભા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા આજે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના મતવિસ્તાર બાયડમાં એક ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ આગામી વિધાનસભાની ચૂંટણી લડવા બાબતે જણાવ્યું હતું કે ચૂંટણીઓ બહુ લડ્યા હવે સમાજ ના પ્રશ્નો માટે લડવાનું છે.

બાપુએ અહીં આઝમખાન અને અખિલેશ યાદવે ગુજરાતમાં કોઈ શહીદ નથી એ બાબતે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ નિવેદન રાજકીય નિવેદન હતું, સમાજનો ડૉક્ટર પોલિટિશિયન છે તેમ જણાવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસમાં ભડકાના એંધાણ
બીજીબાજુ શંકરસિંહ વાઘેલા એક પછી એક પત્તા ખોલી રહ્યાં છે. આજે વહેલી સવારે સોશ્યલ મીડિયામાં બાપુએ રાહુલ ગાંધીને અનફોલો કર્યા છે. તેમણે સરકાર અને ભાજપ પર કરેલા ટ્વીટ ડિલિટ કરી દીધા છે. તેમણે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ પર કરેલી ટિપ્પણી પણ ડિલિટ કરી દીધી છે. બાપુના ટ્વિટર એકાઉન્ટ પર માત્ર સામાજિક ટ્વીટ જ ઉપલબ્ધ છે.