Mahendra Singh Vaghela was former congress MLA
NIFTY 11,404.85 -30.25  |  SENSEX 37,759.48 +-92.52  |  USD 70.2875 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ BJPમાં જોડાયા, રાજકીય સમીકરણમાં પરિવર્તન

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ BJPમાં જોડાયા, રાજકીય સમીકરણમાં પરિવર્તન

 | 10:15 am IST

ગુજરાતના રાજકારણમાં ફરી ફેરફાર. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ BJPમાં જોડાયા છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણના સમીકરણમાં પરિવર્તન આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણી સમયે મહેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.

ઉલ્લેખનિય છે કે મહેન્દ્રસિંહ વાઘેલા 2012ની વિધાનસભાની ચુંટણીમાં બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચુંટાયા હતા. જાકે રાજ્યસભાની ચુંટણી પહેલા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ બાયડના ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધુ હતું.

અષાઢી બીજ અને રથયાત્રાને દિવસે ગુજરાતના રાજકારણમાં સમીકરણ બદલાયા છે. કેટલાય સમયથી મહેન્દ્રસિંહ વાઘેલા ક્યારે ભાજપમાં જોડાશે તે વાતની ચર્ચા જોર થતી હતી, ત્યારે આ વાતનો અંત આખરે આવી ગયો છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કેસરિયો ધારણ કરી લીધો છે.અમિત શાહની ઉપસ્થિતિમાં યુથ પાર્લામેન્ટમાં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે.