Gujarat: Shankarsinh Vaghela's son Mahendr Singh Vaghela can again join the BJP
  • Home
  • Ahmedabad
  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાઈ શકે છે: સૂત્ર

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાઈ શકે છે: સૂત્ર

 | 5:14 pm IST

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ છેલ્લા કેટલાક સમયથી ભાજપ સામે મોરચો માંડયો હતો અને ભાજપ વિરોધી મહાગઠબંધન માટે મથવાનું એલાન પણ કર્યું હતું. બરાબર એ અરસામાં જ તેમના પુત્ર મહેન્દ્રસિંહે ભાજપથી છેડો ફાડયો હતો. ડિસેમ્બર 2017ની ચૂંટણી પહેલાં રાજ્યસભાની ચૂંટણી વખતે મહેન્દ્રસિંહે કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડયો હતો. એ વખતે શંકરસિંહ સહિત 13 કોંગી ધારાસભ્યોએ કોંગ્રેસને રામ-રામ કર્યા હતા. ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે તેઓ ભાજપમાં જોડાયા ન હતા, છેવટે 14મી જુલાઈ 2018ના રોજ અષાઢી બીજના દિવસે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો અને બાદમાં દશેરાએ ભાજપમાંથી રાજીનામું ધર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, હવે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાઈ શકે છે. લોકસભાની ચુંટણી પહેલા ફરી મહેન્દ્રસિંહ વાઘેલાના ભાજપ પ્રવેશના સર્જાયા યોગ છે તેવું સૂત્રો પુાસેથી જાણકારી મળી રહી છે. રાજ્ય સરકારના મંત્રી અને શંકરસિંહના પુર્વ સાથી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે પણ મુલાકાત કરી હતી. ધર્મેન્દ્રસિંહ જ્યારે શપથવિધિ બાદ ઓફિસે આવ્યા ત્યારે મહેંદ્રસિહ પણ પહોચ્યા હતા.

મહેન્દ્ર સિંહ દ્વારા ધર્મેન્દ્ર સિંહ સાથેની મુલાકાતમાં કંઇ રંધાયુ હોય તેવું લાગી રહ્યું છે. હવે વધુ એક નેતા ટુંક જ સમયમાં ભાજપામાં શામેલ થાય તો કોઇ નવાઇની વાત નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન