આજની શંકરસિંહ વાઘેલાની બાયડ મુલાકાત રદ્દ, કૉંગ્રેસના 20 ધારાસભ્યો BJPમાં જોડાવા તલપાપડ? - Sandesh
NIFTY 10,558.95 +32.75  |  SENSEX 34,415.55 +83.87  |  USD 65.7675 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આજની શંકરસિંહ વાઘેલાની બાયડ મુલાકાત રદ્દ, કૉંગ્રેસના 20 ધારાસભ્યો BJPમાં જોડાવા તલપાપડ?

આજની શંકરસિંહ વાઘેલાની બાયડ મુલાકાત રદ્દ, કૉંગ્રેસના 20 ધારાસભ્યો BJPમાં જોડાવા તલપાપડ?

 | 10:33 am IST

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે બાયડની મુલાકાત રદ્દ કરીને તેઓ સાત દિવસ માટે વિદેશ પ્રવાસે જતા રહ્યા છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. શંકરસિંહ બાપુની અચાનક જ અજ્ઞાતવાસની માહિતી સામે આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બાપુના વિદેશ પ્રવાસથી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શંકરસિંહ બાપુ સહિત કૉંગ્રેસના 20 ધારાસભ્યો ભાજપામાં જોડાવા માટે તલપાપડ થઇ રહ્યા છે. આમ ગુજરાત કૉંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ છે.

છેલ્લાં ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ બાપુને લઇને સતત ચર્ચાઓ ચાલી રહી છે. થોડાંક સમય પહેલાં જ બાપુએ જાતે જ કહ્યું હતું કે તેઓ હવે સીએમ પદની રેસમાં નથી, ત્યારબાદ તેમણે એવું કહ્યું હતું કે તેઓને હવે ચૂંટણી લડવામાં નહીં પણ સમાજસેવા કરવામાં રસ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ ગયા શનિવારે તેમના ટ્વિટર-એકાઉન્ટ પરથી ભાજપની ટીકા કરતી તમામ ટ્વીટ હટાવી દીધી હતી તો પોતાના ફેસબુક-પેજ પરથી પણ તેમના નામે કરવામાં આવેલી ભાજપની ટીકા પણ હટાવી દીધી છે. આ બાબતે તેમણે સ્પષ્ટતા કરી કે મને એના વિશે મને કાંઈ ખબર નથી. જો કે આ વાત કોઈ માનવા તૈયાર નથી.

કૉંગ્રેસના આ ધારાસભ્યોએ પક્ષ છોડવાનો કર્યો ઇન્કાર
હાલ રાઘવજી પટેલ, મહેન્દ્ગસિંહ વાઘેલા, રામસિંહ પરમારે પણ પક્ષ છોડવાનો ઈન્કાર કર્યો છે. 

ભાજપા-કૉગ્રેસમાં બાપુ અંગેની ચર્ચાઓ
નોંધનીય છે કે બાપુએ ચોખ્ખી ના પાડી હતી કે તેઓ ભાજપમાં જવાના નથી. તેમણે કહ્યું હતું કે ભાજપ સામે કોંગ્રેસનું સ્ટેન્ડ જ બાપુનું સ્ટેન્ડ રહેશે. ભરતસિંહે પણ બાપુ સાથે નારાજગી ન હોવાની વાત કરી હતી. બીજીબાજુ આઈ.કે. જાડેજાએ બાપુને આવકારવા પ્રતિસાદ આપ્યો હતો. અગાઉ બાપુને આવકારવાની વાત જીતુ વાઘાણી, નીતિન પટેલે કરી હતી.