convolvulus pluricaulis benefits and its side effects
  • Home
  • Astrology
  • શંખપુષ્પીનો આ કરો પ્રયોગ, સમૃદ્ધિના દ્વાર ખુલી જશે

શંખપુષ્પીનો આ કરો પ્રયોગ, સમૃદ્ધિના દ્વાર ખુલી જશે

 | 4:03 pm IST

શંખપુષ્પીનું નામ અધિકાંશ લોકોએ સાંભળ્યુ હશે. આયુર્વેદમાં શંખપુષ્પીના છોડથી યાદશક્તિમાં વધારો થાય છે. આ છોડને ધનસમૃદ્ધિ વધારનાર કહેવાય છે. આ છોડના મુળથી વિશેષ ગ્રહ યોગો અને નક્ષત્રોમાં કાઢી પ્રયોગ કરો. જાતકના ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. ભૌતિક સુખોની કોઈ કમી રહેતી નથી.

શંખપુષ્પીને કોઈ પણ મહિને શુક્લ પક્ષમાં જ્યારે ગુરૂ પુષ્ય કે રવિ નક્ષત્રમાં આવે ત્યારે શંખપુષ્પીના છોડને મુળ સહિત કાઢો. ઘરમાં લાવી ગંગાજળથી ધોઈને કેસરથી તિલક કરો. અને મહાલક્ષ્મીના બીજ મંત્રની ऊं श्रींની 11 માળા કરો. કમરકાકડીની માળાથી આ જાપ કરશો તો વધારે સારૂ ફળ આપશે, તેને ચાંદીની ડબીમાં ભરી તિજોરીમાં રાખી દો.

આ પ્રયોગથી ગમે તેવી ગરીબી કેમ ન હોય તાત્કાલીક દૂર થાય છે. વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે. પૂજા કર્યા પછી શંખપુષ્પીના મૂળને ચાંદીના તાવીજમાં ભરીને ગળામાં ધારણ કરશો તો અપરાજય થઈ જશો. શત્રુઓનો નાશ થશે. તર્ક અને વિવાદમાં આવી વ્યક્તિઓને કોઈ પહોંચી શકતુ નથી. આવી વ્યક્તિઓને કોઈ પરાજીત કરી શકતું નથી.

સમ્મોહિત આકર્ષક કરવાની શક્તિ હોય છે શંખપુષ્પીમાં જેને ઘસીને રોજ તિલક ઘસવાથી જાતકનું વ્યક્તિત્વ આકર્ષક બને છે. તેમના લોકોને આકર્ષિત કરવાની શક્તિ હોય છે. આ જાતક સભાઓને સંબોધિત કરી શકે છે. નેતાઓ, અભિનેતાઓએ આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ. શંખ પુષ્પીના મુળ પૂજામાં રાખવાથી નિયમિત રૂપથી પૂજા કરવાથી ઘરમાં ધનની ક્યારેય કમી રહેતી નથી. આર્થિક સંકટોથી મળશે છુટકારો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન