શાંતિપુરા સર્કલ નજીક અજાણ્યા વાહનની ટક્કર વાગતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલનું મોત - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શાંતિપુરા સર્કલ નજીક અજાણ્યા વાહનની ટક્કર વાગતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલનું મોત

શાંતિપુરા સર્કલ નજીક અજાણ્યા વાહનની ટક્કર વાગતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલનું મોત

 | 1:48 am IST

અમદાવાદ, તા. ૧૪

શાંતિપુરા સર્કલ પાસે બાઈક ઉપર જઈ રહેલા ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલને અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. છ દિવસ અગાઉ મોડી રાતે થયેલા અકસ્માતમાં ઘાયલ થયેલા હેડ કોન્સ્ટેબલનું આજે સારવાર દરમિયાન મોત નીપજતા સરખેજ પોલીસે ફરાર અજાણ્યા વાહનની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

એમ ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ સોમાભાઈની નોકરી મહંમદપુરા ટી પોઈન્ટ ખાતે હતી. ગત ગુરુવારે રાતે પોણા અગિયારેક વાગે કોઈ કામ અર્થે શાંતિપુરા સર્કલ ખાતે આવ્યા હતા. થોડીક મિનિટો બાદ તેઓ પરત ફર્યા હતા. મોડી રાતે સાડા અગિયાર વાગ્યાના સુમારે શાંતિપુરા સર્કલ ખાતે ફરજ બજાવતા ટીઆરબી જવાન ચિરાગ સેંગલને જાણ થઈ હતી કે, કોઈ અજાણ્યા વાહનને બાઈકને ટક્કર મારતા કોઈ પોલીસવાળા બેભાન હાલતમાં પડયા છે. જેથી ચિરાગ સેંગલ ત્યાં જતાં પહેલાં ૧૦૮ને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ચિરાગભાઈ શાંતિપુરાથી શેલા ટી વચ્ચેના સર્વિસ રોડ ઉપર પહોંચ્યા ત્યારે સુરેશભાઈનું બાઈક પડેલું મળ્યું હતું. બેભાન હાલતમાં ઈજાગ્રસ્ત સુરેશભાઈને ૧૦૮માં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અને તે પછી ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડાયા હતા. જયાં આજે હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતકના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

I.B.ના કોન્સ્ટેબલને BMW કાર ટક્કર મારી ફરાર

અમદાવાદ :  એસ.જી.હાઈ-વે હાઈકોર્ટ સામે બાઈક પર જઈ રહેલા ગાંધીનગર ઈન્ટેલિજન્સ બ્રાંચના કોન્સ્ટેબલને બીએમડબ્લ્યૂ કારે ટક્કર મારતા ઈજા પહોંચી છે. કોન્સ્ટેબલને ટક્કર માર્યા બાદ ચાલક કાર લઈને ફરાર થઈ ગયો છે. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. આઈ.બી.ની એચ શાખામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નીતિનકુમાર બાબુલાલ રબારી (ઉ.૩૨ રહે. સેક્ટર ૪, ચાણક્યપુરી, ઘાટલોડિયા) ગત બુધવારે સવારે સાડા નવ વાગે બાઈક લઈને એસ.જી.હાઈ-વે હાઈકોર્ટ થઈને ઓફિસ જઈ રહ્યા હતા. દરમિયાનમાં સોલા ભાગવત તરફથી આવતી બીએમડબ્લ્યૂ કારે નીતિનકુમારની બાઈકને ટક્કર મારતા તેઓ નીચે પટકાતાં પગમાં ફ્રેક્ચર તેમજ અન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાયા બાદ બીએમડબ્લ્યૂના ચાલકે કાર ભગાવી મૂકી હતી. આ અંગે નીતિનકુમારે ગઈકાલે ફરિયાદ આપતા પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.