lord shiva had to take sharabh Avtar to control Nrushsinh Avtar, do you know?
  • Home
  • Astrology
  • ભગવાન શંકરનો શરભ અવતાર, તે વિશે તમે નહિં જ જાણતા હોય

ભગવાન શંકરનો શરભ અવતાર, તે વિશે તમે નહિં જ જાણતા હોય

 | 3:43 pm IST

ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર છે શરભાવતાર. શરભાવતારમાં ભગવાન શંકરનું સ્વરુપ અડધું હરણ અને બાકીનું શરભ પક્ષી એટલે કે પુરાણોમાં જે આઠ પગવાળુ જંતુ કે જે સિંહથી પણ શક્તિશાળી કહેવાતું. આ અવતારમાં ભગવાન શંકરે નૃસિંહ ભગવાનના ક્રોધાગ્નિને શાંત પાડ્યો હતો. લિંગ પુરાણમાં શિવનાં શરભાવતારની કથા છે

ભગવાન વિષ્ણુનાં વરાહ અવતાર દ્વારા પોતાનાં ભાઈ હિરણ્યાક્ષનાં વધ બાદ તેનાં નાના ભાઈ હિરણ્યકશ્યપનાં અત્યાચારની હદ વધી ગઈ હતી. સમગ્ર સૃષ્ટિ ત્રાહિત થઈ ઉઠી. જ્યાં એકબાજુ હિરણ્યકશ્યપ સમગ્ર સંસારમાં ધર્મનો નાશ કરવા લાગ્યો હતો. પરંતું બીજી બાજુ પોતાનો જ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તમાં લીન હતો. હરણ્યકશ્યપ જ્યારે કોઈપણ રીતે પુત્રને સમજાવી ન શક્યો, ત્યારે તેણે ઘણી વખત પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો. પરંતું દર વખતે ભગવાન વિષ્ણુની કૃપાથી તે બચી ગયો. ત્યાં સુધી કે તેની બહેન હોલિકાનું પણ મૃત્યુ થયું. અંતે જ્યારે તેઓ સ્વયં પ્રહલાદને મારવા તત્પર થયો ત્યારે પોતાનાં ભક્તની રક્ષા માટે ભગવાન વિષ્ણુ સ્વયં નરસિંહ અવતારે પ્રગટ થયા.

ભગવાન નરસિંહમાં તે દરેક લક્ષણો હતા. જે હિરણ્યકશ્યપનાં મૃત્યુનાં વરદાનને સંતુષ્ટ કરતા હતા. ભગવાન નરસિંહ દ્વારા હિરણ્યકશ્યપનો નાશ થયો, પરંતું એક બીજી મુશ્કેલી ઉભી થઈ. ભગવાન નરસિંહ એટલા ક્રોધમાં હતા કે જાણે દરેક પ્રાણીનો સંહાર કરી દેશે. ત્યાં સુધી કે સ્વયં પ્રહલાદ પણ તેનાં ક્રોધને શાંત કરવામાં નિષ્ફળ રહ્યા. દરેક દેવતાઓ ભયભીત થઈને ભગવાન બ્રહ્માનાં શરણે ગયા. પરમપિતા બ્રહ્મા તેમને લઈને ભગવાન વિષ્ણુની પાસે ગયા  અને તેને પ્રાર્થના કરી કે તે પોતાનાં અવતારને શાંત કરી લે. પરંતું ભગવાન વિષ્ણુએ પણ આવું કરવામાં અસમર્થતા દર્શાવી. ભગવાન વિષ્ણુએ બધાને ભગવાન શિવ પાસે જવાની સલાહ આપી. તેમણે કહ્યું કે ભગવાન શિવ તેમના આરાધ્ય છે. માટે માત્ર તે જ નરસિંહનાં ક્રોધને શાંત કરી શકે છે. અને કોઈ ઉપાય ન રહેતા દરેક દેવો પહોંચ્યા ભગવાન શંકર પાસે..

દેવતાઓ સાથે સ્વયં પરમપિતા બ્રહ્મા અને ભગવાન વિષ્ણુનાં આગ્રહથી ભગવાન શિવ નરસિંહનો ક્રોધ શાંત કરવા માટે વિનવવા લાગ્યા. પરંતું ત્યાં સુધીમાં ભગવાન નરસિંહનો ક્રોધ દરેક સીમાઓ પાર કરી ગયો હતો. સાક્ષાત ભગવાન શંકરને સામે જાઈને પણ તેનો ક્રોધ શાંત ન થયો. પરંતું તે ભગવાન શંકર પર આક્રમણ કરવા દોડ્યા. તે સમયે ભગવાન શંકરે એક વિકરાળ શરભનું રુપ ધારણ કર્યુ, જેને આઠ હાથ હતા … તે ભગવાન નરસિંહને પોતાની પૂંછડીમાં લપેટીને ખેંચીને પાતાળમાં લઈ ગયા. ઘણીવાર સુધી ભગવાન શંકરે ભગવાન નરસિંહને તેની પૂંછડીમાં ઝકડી રાખ્યા,. પોતાની બધી શક્તિઓ અને પ્રયાસો બાદ પણ ભગવાન નરસિંહ તેની પકડમાંથી છટકવામાં સફળ ન થયા. અંતે શક્તિહીન થઈને તેમણે શરભ રુપમાં ભગવાન શંકરને ઓળખ્યા અને ત્યારે તેનો ક્રોધ શાંત થયો. આ જાઈને ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુનાં આગ્રહથી શરભરુપી ભગવાન શંકરે તેને મુક્ત કરી દીધા. આ રીતે દેવતાઓ અને પ્રહલાદની સાથે સાથે દરેક સત્પાત્રોને બે મહાન અવતારોનાં દર્શન થયા.