Sharad Pawar Open Secret, PM Modi Wanted Us To Work Together But I Rejected His Offer
  • Home
  • Featured
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ શરદ પવારનો અણધાર્યો ધડાકો, કહ્યું – કરી હતી આ ઓફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ શરદ પવારનો અણધાર્યો ધડાકો, કહ્યું – કરી હતી આ ઓફર

 | 11:39 pm IST

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારે સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો પણ તેમણે જ આ પ્રસ્તાવ ફગાવી દીધો.

સુપ્રીમ સુળે શરદ પવારની દિકરી છે અને તેઓ પુણે જીલ્લાના બારામતી લોકસભા બેઠકથી સાંસદ છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને ચાલી રહેલી મથામણ વચ્ચે શરદ પવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીએ અનેક પ્રસંગે પવારના વખાણ કર્યા હતાં. ગત દિવસોમાં જ મોદીએ કહ્યું હતું કે, સંસદીય નિયમોનું પાલન કેવી રીતે કરાય તે તમામ પક્ષોએ એનસીપી પાસેથી શીખવુ જોઈએ.

મહારાષ્ટ્રમાં સરકાર રચાઈ ગયા બાદ શરદ શરદ પવારે ધડાકો કરતા કહ્યું હતું કે, પીએમ મોદીએ મને સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પણ મેં તેમને કહ્યું હતું કે, આપણા અંગત સંબંધો ખુબ જ સારા છે અને તે હંમેશા રહેશે પણ મારા માટે સાથે મળીને કામ કરવુ શક્ય નથી. જોકે પવારે એવા અહેવાલો ફગાવી દીધા હતાં કે, મોદી સરકારે તેમને દેશના રાષ્ટ્રપતિ બનવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું હતું કે, હા, મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટમાં સુપ્રિયા સુળેને મંત્રી બનાવવાનો પ્રસ્તાવ જરૂરથી મળ્યો હતો.

અજીત પવારને લઈને કહી મહત્વની વાત

શરદ પવારે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારમાં અજીત પવારને શપથ ના ગ્રહણ કરાવવા એ એક સમજી વિચારીને લેવામાં આવેલો નિર્ણય હતો. કારણ કે પહેલા જ અજીત અચાનક ભાજપને સમર્થન આપીને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવી ચુક્યા હતાં અને પોતે ઉપમુખ્યમંત્રી બની ગયા હતાં. જોકે ત્રણ જ દિવસમાં અજીતે રાજીનામું આપી દીધું હતું, ત્યાર બાદ ફડણવીસે પણ પદ છોડવુ પડ્યું હતુ. ત્યાર બાદ રાજ્યમાં શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી લીધી હતી.

ઉદ્ધવ ઠાકરેને અપાવ્યો હતો વિશ્વાસ

શરદ પવારે વધુ એક ખુલાસો કરતા કહ્યું હતું કે, જ્યારે મને જાણવા મળ્યું કે અજીત પવાર ફડણવીસને સમર્થન આપી રહ્યાં છે તો સૌથી પહેલા મેં ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો. મેં ઠાકરેને વિશ્વાસ અપાવ્યો હતો કે, જે કંઈ પણ થયું તે યોગ્ય નથી થયું અને હું અજીત પવારના આ વિદ્રોહને કચડી નાખીશ. જ્યારે એનસીપીના ધારાસભ્યોને ખબર પડી કે, અજીત પવારના આ નિર્ણય પાછળ મારો કોઈ જ હાથ નથી તો 5-10 ધારાસભ્યો અજીતની સાથે હતા તે પણ દબાણમાં આવી ગયા. આખરે અજીત પવારની ગેમ ઉંધી વળી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન