Sharad Pawar Opened Up About Sushant Singh Rajput Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુશાંત કેસમાં શરદ પવારે તોડ્યું મૌન, કહ્યું- મુંબઈ પોલીસ સક્ષમ, CBI તપાસનો નથી વિરોધ

સુશાંત કેસમાં શરદ પવારે તોડ્યું મૌન, કહ્યું- મુંબઈ પોલીસ સક્ષમ, CBI તપાસનો નથી વિરોધ

 | 5:31 pm IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત પર રાજનીતિ તેજ થઈ ગઈ છે. શિવસેનાના સંજય રાઉત બાદ એનસીપી ચીફ શરદ પવાર પણ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઉતરી આવ્યા છે. પવારે કહ્યું કે તેમને મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની તપાસ પર પુરો ભરોસો છે. જોકે કોઈને લાગે છે કે આની સીબીઆઈ તપાસ થવી જોઇએ તો મને આનાથી કોઈ વાંધો નથી. આ ઉપરાંત તેમણે અજિત પવારના દીકરા પાર્થ પવાર તરફથી કરવામાં આવેલી સીબીઆઈ તપાસની માંગને પણ ફગાવી દીધી. શરદ પવારે કહ્યું કે પાર્થ બાળક છે, અનુભવ વગરનો છે.

મુંબઈ પોલીસ પર સંપૂર્ણ ભરોસો

શરદ પવારે કહ્યું કે, જે રીતે આ ઘટનાને મીડિયામાં મહત્વ આપવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. તપાસ સીબીઆઈ અથવા કોઈ બીજું કરે, પરંતુ મને મુંબઈ પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે. બીજી તરફ આ ઘટનામાં ઠાકરે પરિવારને બદનામ કરવાના ષડયંત્ર પર તેમણે કહ્યું કે, અમને નથી ખબર કે આની પાછળ શું ઉદ્દેશ છે. પવારે કહ્યું કે, મને મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ પર છેલ્લા 50 વર્ષોથી વિશ્વાસ છે. તપાસ કોઈ પણ પાસે કરાવવામાં આવે, તે રાજ્ય સરકાર અને સીબીઆઈનો વિષય છે.”

20 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી

તેમણે આગળ કહ્યું કે, એક વ્યક્તિએ આત્મહત્યા કરી તો આટલું થઈ રહ્યું છે, પરમ દિવસે સતારામાં એક ખેડૂતે કહ્યું કે અમારા જિલ્લામાં 20 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી, પરંતુ તેના પર વાત નથી કરવામાં આવી રહી. ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત બિહાર વિરુદ્ધ મહારાષ્ટ્રની લડાઈ બની ગઈ છે. પવારથી પહેલા શિવસેના સાંસદ સંજય રાઉત પણ આ મુદ્દે બોલી ચુક્યા છે.

NCP નેતાનો બફાટ

તેમણે શિવસેનાના મુખપત્ર સામનામાં તો સુશાંતના પરિવાર પર જ આરોપ લગાવ્યો હતો કે સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. સુશાંત આ લગ્નની વિરુદ્ધ હતો અને આ કારણે પિતાની સાથે તેના સંબંધ બરાબર નહોતા. જોકે બાદમાં સુશાંતના મામા આર.સી. સિંહે બીજા લગ્નની વાતને ફગાવી દેતા સંજય રાઉતનું જૂઠ સામે આવી ગયું હતુ. આ ઉપરાંત એનસીપીના નેતા માજિદ મેમણના સુશાંત પર નિવેદનથી વિવાદ શરૂ થઈ ગયો. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘સુશાંત પોતાની જિંદગીમાં એટલો જાણીતો નહોતો જેટલો મોત બાદ થયો છે. મીડિયામાં જેટલી તેને જગ્યા મળે છે તેટલી તો આપણા વડાપ્રધાનને અથવા અમેરિકાના રાષ્ટ્રપતિને પણ નથી મળી રહી.’

આ વિડીયો પણ જુઓ: કોરોના ટેસ્ટને લઈને સુરતમાં યોજાઈ બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન