Sharad Pawar Talk To Sonia Gandhi For Maharashtra Govt Formation
  • Home
  • Featured
  • શરદ પવારનો સોનિયા ગાંધીને એક કોલ ગયો…અને મહારાષ્ટ્રમાં અટકી ગઇ સરકાર

શરદ પવારનો સોનિયા ગાંધીને એક કોલ ગયો…અને મહારાષ્ટ્રમાં અટકી ગઇ સરકાર

 | 7:31 am IST

મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવા માટે 10 જનપથમાં લાંબી મીટિંગ ચાલી રહી હતી. આ દરમ્યાન મીડિયામાં સમાચાર આવે છે કે કોંગ્રેસ શિવસેના-એનસીપીની સંભવિત સરકારને સમર્થન આપવા માટે તૈયાર છે. માહિતી એટલે સુધી આવી છે કે કોંગ્રેસ આ સરકારને બહારથી સમર્થન આપશે અને બદલામાં વિધાનસભામાં સ્પીકરનું પદ માંગી શકે છે. પરંતુ 10 જનપથના બોર્ડરૂમમાં કંઇક બીજી જ હલચલ ચાલી રહી હતી.

સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસના સિનિયર નેતાઓની મીટિંગના દરમ્યાન એક કોલમાં બધુ જ બદલાઇ ગયું. જો કે સોનિયા ગાંધીએ એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે વાત કરવા માટે કોલ કર્યો. કોલ કરતાં પહેલાં સોનિયા મીટિંગમાં હાજર મહારાષ્ટ્રના દરેક નેતા પાસેથી મંતવ્ય લઇ રહ્યા હતા અને ગઠબંધન પર વિચાર પૂછી રહ્યા હતા. આની પહેલાં સોનિયા જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્યો સાથે પણ વાત કરી ચૂકયા હતા. તમામ ધારાસભ્યોએ શિવસેનાની સાથે સરકાર બનાવા માટે તૈયારી દેખાડી હતી.

આખરે પવારે શું કહ્યું?

આ નેતાઓના વિચાર જાણ્યા બાદ સોનિયાએ શરદ પવારને કોલ કર્યો. સોનિયાની તરફથી જ્યારે શરદ પવારને ફોન આવ્યો હતો તો કોર ટીમના સભ્ય અહમદ પટેલ, કેસી વેણુગોપાલ, એકે એન્ટની અને મલ્લિકાર્જુન ખડગે હાજર હતા. આ બધાની હાજરીમાં સોનિયાએ શરદ પવાર સાથે વાત કરી.

સૂત્રોએ જણાવ્યું કે શરદ પવારે સોનિયાને કહ્યું કે શિવસેનાની સાથે સરકાર રચવા માટે કશુ નક્કી નથી અને તેમને શિવસેના સુપ્રીમો તરફથી કોઇ ફોન પણ આવ્યો નથી. શરદ પવારે સોનિયા ગાંધીને કહ્યું કે તેઓ ખુદ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરશે અને સરકાર રચવા અંગે વિસ્તારથી વાત કરીને તેમને ફરીથી વાત કરશે. શરદ પવારે સોનિયા ગાંધીને કહ્યું કે સરકાર રચવા પર કોઇ વાત જ થઇ નથી.

શરદ પવારની તરફથી સોનિયાને અપાયેલી માહિતીએ કોંગ્રેસ હાઇકમિશનને ચિંતામાં મૂકી દીધા. કહ્યું કોંગ્રેસ શિવેસાનેના સમર્થન આપવા તૈયાર હતી અને કહ્યું હજુસુધી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે વાતચીત જ થઇ નહોતી. સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધીને આ સમજતા વાર લાગી નહીં કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની વચ્ચે હજુ પણ સ્પષ્ટતા થઇ નથી.

ત્યારબાદ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે નિવેદન આપવા માટે જે લેટર ડ્રાફ્ટ કર્યો તેનો અર્થ જ બદલાઇ ચૂકયો હતો. કોંગ્રેસે નિવેદનમાં કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર રચવા પર ચર્ચા તો ચોક્કસ થઇ, પરંતુ હજુ સુધી કંઇ નક્કી થયું નથી અને આગળ પણ સોનિયા ગાંધી શરદ પવાર સાથે વાત કરશે. હવે સમાચાર એ છે કે કોંગ્રેસ અને એનસીપીની વચ્ચે મંગળવારના રોજ ફરીથી વાત થશે.

આ વીડિયો પણ જુઓ – અયોધ્યાથી કોમી એકતાના સૂર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન