sharad purnima 2019 importance and worship BhaktiWithSandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો, શરદપૂનમનું શાસ્ત્રોક્ત મહત્વ સમજાવતી આ સુંદર કથા, Video

જાણો, શરદપૂનમનું શાસ્ત્રોક્ત મહત્વ સમજાવતી આ સુંદર કથા, Video

 | 8:18 am IST

આજે છે શરદપૂનમનું પાવન પર્વ. શાસ્ત્રોમાં આજની તિથિને કહેવાય છે ધવલરંગી ઉત્સવરાજ કારણ કે આજના દિવસે જ શ્રી કૃષ્ણે ગોપીઓ સંગ કરી હતી રાસલીલા. તો આજની યાત્રામાં સૌ પ્રથમ જાણીશુ શરદ પૂનમની સુંદર કથા.

જયારે ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય અને માધવ સંગ ગોપીઓ રાસલીલા કરતી હોય તો એ પર્વ ભલે ત્રેતાયુગનું હોય પણ આજના કળયુગમાં પણ ઉજવણીનું કારણ બને છે. તો આવો અતિ કલ્યાણકારી એવી શરદપૂનમનું શાસ્ત્રોક્ત મહત્વ સમજાવતી આ સુંદર કથા જાણીએ.

શરદપૂર્ણિમાને આશ્વિન પૂર્ણિમા, માણેકઠારી પૂનમ પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર સોળે કળાઓથી ખીલે છે અને આશીર્વાદ આપે આપે છે. ચંદ્રમાંથી વરસતું અમૃત સ્વાસ્થ્ય માટે શુભ ગણાય છે. શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ માટે શરદ પૂર્ણિમા પર વ્રત કરી અને વિધિપૂર્વક લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન