શરદ યાદવનુ વિવાદાસ્પદ નિવેદન, બેરોજગારીના કારણે કાવડિયાઓની સંખ્યા વધી - Sandesh
  • Home
  • India
  • શરદ યાદવનુ વિવાદાસ્પદ નિવેદન, બેરોજગારીના કારણે કાવડિયાઓની સંખ્યા વધી

શરદ યાદવનુ વિવાદાસ્પદ નિવેદન, બેરોજગારીના કારણે કાવડિયાઓની સંખ્યા વધી

 | 1:49 pm IST
  • Share

જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) નેતા શરદ યાદવ મોદી સરકારને ઘેરી લેવાના ચક્કરમાં પોતે નિશાન પર આવી ગયા છે. બેરોજગારી પર તેમણે આપેલા નિવેદને વિવાદ ઊભો કર્યો છે. તેમણે કહ્યું કે રસ્તાઓ પર વધતા જતા કાવડિયાઓ એ દેશમાં વધત જતી બેરોજગારીનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

શરદ યાદવે કહ્યું કે જો રોજગારી હોત તો રસ્તાઓ પર આટલી મોટી સંખ્યામાં કાવડિયાઓ જોવા ન મળત. વાત જાણે એમ હતી કે શરદ યાદવે કાનપુરમાં મોદી સરકાર પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું કે નોકરીઓ આપવાના વાયદા કરીને ભાજપ કેન્દ્રમાં સરકારમાં આવી પરંતુ વાદા પૂરા કરી શકી નહીં. હવે તેનું જ ઉદાહરણ છે રસ્તાઓ પર લાખોની સંખ્યામાં કાવડિયા. પોતાના નિવેદનમાં શરદ યાદવે કાવડિયાઓને બેરોજગારીની નિશાની જણાવી.

શરદ યાદવના આ નિવેદનથી શિવ ભક્તોની સાથે સાથે ધર્મગુરુઓ પણ નારાજ છે. સુમેરુ પીઠાધીશ્વર સ્વામી નરેન્દ્ર નંદ, અખાડા પરિષદના નરેન્દ્ર ગિરિ અને આત્માનંદ બ્રહ્મચારી, હિન્દુ મહાસભાના સ્વામી ચક્રપાણીએ આ નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે. ઉત્તર ભારતમાં શ્રાવણના મહિનામાં શિવ ભક્ત જળઅભિષેક માટે નીકળતા હોય છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. તેમાં દરેક પ્રકારના ભક્તો હોય છે. આવા ભક્તોને બેરોજગાર દર્શાવીને શરદ યાદવ વિવાદમાં ફસાઈ ગયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો