shardiya navratri 2021 do these upaye to get happiness and prosperity you will get success
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • નવરાત્રિ પૂર્ણ થતા પહેલા જ કરો આ કામ, મળશે માતાજીની અપાર કૃપા

નવરાત્રિ પૂર્ણ થતા પહેલા જ કરો આ કામ, મળશે માતાજીની અપાર કૃપા

 | 9:01 pm IST
  • Share

  • નવરાત્રિ પૂર્ણ થતા પહેલા જ કરો આ કામ
  • સુખ અને સમૃદ્ધિ માટે કરો આ ઉપાય
  • જાણો કઈ વસ્તુઓની ચઢાવશો માતાજીને ભેટ

દેવીમાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના દિવસોને શુભ માનવામાં આવે છે. આ સમયે ભક્તો શ્રદ્ધા સાથે માતાજીની પૂજા કરે છે. જેનાથી ઘર પરિવારમા સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે અને સાથે નકારાત્મક શક્તિનો પણ નાશ થાય છે. તો જાણો કયા ઉપાયો આ દિવસોમાં કરી લેવાથી માતાજીની તમારા પર અપાર કૃપા રહે છે.

આ રીતે મળશે સફળતા

નવરાત્રિના દિવસોમાં કોઈ પણ કામની શરૂઆત શુભ માનવામાં આવે છે. એવામાં જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટક્યું છે તો બાધા દૂર કરવા માટે તમે ખાસ ઉપાય કરી શકો છો. અટકેલા કામમાં સફળતા મેળવવા માટે તમે માતાને 5 મેલાને લાલ ચુંદડીમાં રાખીને અર્પિત કરો. પૂજા બાદ આ પ્રસાદ જાતે ખાઓ. તમને સફળતા મળશે. આ સિવાય નવરાત્રિના દિવસોમાં ઘીના દીવામાં 4 લવિંગ નાંખીને પ્રગટાવવાથી પણ ધનલાભ થશે.

સુખ અને સમૃદ્ધિ માટે કરો આ ઉપાય

જો તમે નવરાત્રિમાં તમારા ઘરમાં ચાંદીનો સાથિયો, હાથી, દીવો, કળશ, મુગટ ખરીદો જેથી દેવીના આર્શીવાદ રહેશે. માતાના પગલા લાવીને તેને ઘરના દ્વાર પર લગાવવાથી પણ ફાયદો થશે. નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે મહાનવમીએ ગુલાબી કપડામાં ચાંદીનો કળશ, હાતી અને સાથિયો રાખીને માતાનો પાઠ કરો. આ સાથે કોઈ પણ મંત્રનો જાપ પણ કરી શકાય છે. પૂજા બાદ આ સામાનની પોટલી બનાવીને તિજોરીમાં રાખો. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો