Shardul Thakur replaces Axar Patel in India's T20 world cup squad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપ માટે અંતિમ ઘડીએ ટીમ ઇન્ડિયામાં ફેરબદલ, આ ખેલાડી આઉટ

ટી-20 વર્લ્ડકપ માટે અંતિમ ઘડીએ ટીમ ઇન્ડિયામાં ફેરબદલ, આ ખેલાડી આઉટ

 | 5:35 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ ઇન્ડિયામાં ફેરબદલ
  • અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુર ટીમ ઇન્ડિયામાં સામેલ
  • BCCIએ અંતિમ ઘડીએ ટીમમાં બદલાવ કર્યો

ટી-20 વર્લ્ડકપ 2021ને શરૂ થવામાં હવે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે. નાના ફોર્મેટની આ મોટી ટૂર્નામેન્ટ યૂએઇ અને ઓમાનમાં રમાશે. આ માટે તમામ દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે પરંતુ આ દરમિયાન શુક્રવાર સુધી કોઇ પણ ટીમ પોતાની ટીમમાં ફેરબદલ કરી શકે છે. જોકે આઇપીએલ 2021ના બીજી તબક્કામાં ઘણા ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યા બાદ ભારતીય ટીમમાં પણ ફેરબદલના એંધાણ હતા. જેને લઇ અત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, શાર્દુલ ઠાકુરને ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની મુખ્ય ટીમમાં અક્ષર પટેલના સ્થાને જગ્યા આપવામાં આવી છે. ડાબા હાથના સ્પિનર સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં ઠાકુરનું સામેલ હતો, જેમાં શ્રેયસ અય્યર અને દીપક ચાહરનો પણ સમાવેશ થાય છે.

શાર્દુલ ઠાકુરને અક્ષર પટેલના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યો છે અને ટી-20 વર્લ્ડકપ માટે 15 સદસ્યોની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અક્ષર પટેલના સ્થાને શાર્દુલને લેવાનો નિર્ણય કોઇ ઇજા નહીં પરંતુ BCCIનો નિર્ણય છે. ઠાકુરને ટીમમાં સામેલ કરવાનું સંભવિત કારણ હાર્દિક પંડ્યાની અનિશ્ચિતતા છે, જેણે અત્યાર સુધીમાં બોલિંગ કરી નથી.

ટી20 વર્લ્ડકપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ રહી છે અને ટીમ ઇન્ડિયાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ મેચથી થશે.

ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી.

રિઝર્વ ખેલાડી: શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ, મેન્ટોર – મહેન્દ્ર સિંહ ધોની

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો