Share Market Closed in Green Zone, Sensex 353 points up
  • Home
  • Business
  • શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ 353 અંક વધીને જ્યારે નિફ્ટી 11,000 ને પાર બંધ

શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ 353 અંક વધીને જ્યારે નિફ્ટી 11,000 ને પાર બંધ

 | 3:57 pm IST

ભારતીય શેરબજાર આજે વધીને બંધ આવ્યા છે. ટ્રેડિંગ દિવસના અંતે સેન્સેક્સ 353.37 પોઈન્ટ એટલે કે 0.96 ટકા વધીને 37,311.53ના લેવલે જ્યારે નિફ્ટી 88.05 ટકા એટલે કે 0.81 ટકા કૂદીને 11,013.90ના લેવલે સેટલ થયા છે.

આ સિવાય મિડકેપ અને સ્મોલકેપની વાત કરીએ તો આજે શેરોમાં સારી રિકવરી જોવા મળી છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.42 ટકા વધીને 13,566 જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.74 ટકા વધીને 12,574ને પાર સેટલ થયા છે. ઉપરાંત બેંક નિફ્ટમાં પણ આજે તેજીનો વેગ જોવા મળ્યો બેંક નિફ્ટી ઈન્ડેક્સ 290 પોઈન્ટ વધીને 28,019 પર બંધ આવ્યા છે.

ઓટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી અને મીડિયા શેરોમાં પણ આજે સૌથી વધારે તેજી જોવા મળી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 3.03 ટકા, FMCG ઇન્ડેક્સ 1.10 ટકા, મેટલ ઇન્ડેક્સ 1.23 ટકા, ફાર્મા ઇન્ડેક્સ 1.08 ટકા જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ 1.86 ટકા વધીને બંધ આવ્યા છે.

આ વીડિયો પણ જુઓ: આ છે 1971ના યુદ્ધના જાંબાજ ભૈરોસિંહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન