share-market-closing-day-sensex-up-47-79-nifty-8-90-point
  • Home
  • Business
  • અઠવાડિયાના છેલ્લા દિવસે સેન્સેક્સ નિફ્ટી નજીવા વધારા સાથે ખુલ્યા

અઠવાડિયાના છેલ્લા દિવસે સેન્સેક્સ નિફ્ટી નજીવા વધારા સાથે ખુલ્યા

 | 10:01 am IST

અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં શેર બજાર સામાન્ય વધારા સાથે ખુલ્યુ હતુ. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં સવારે 9.16 કલાકે 47.79 પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે 36154.29 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરોમાં નિફ્ટીમાં 8.90 પોઈન્ટના ઉછાળા સાથે 10,830.50 પર ખુલ્યો. ગુરૂવારે કારોબારમાં ભારતીય શેર બજારમાં ઘટાડા સાથે બંધ થયો હતો.

શુક્રવારે નિફ્ટીના 50 શેરોમાં 33 લીલા નિશાન પર 17 લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. શેરબજારમાં સામાન્ય ઉછાળો, સેન્સેક્સમાં 47.79 અને નિફ્ટીમાં 8.90 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.

ભારતીય બજારોમાં ગ્લોબલ સંકેતના કારણે સારા સંકેત જોવા મળી રહ્યા છે. એશિયાઈ બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ડૉલર સામે રૂપિયો સપાટ ચાલી રહ્યો છે, ડૉલર સામે આજે રૂપિયો 1 પૈસા ઘટીને 70.42 ના સ્તર પર ખુલ્યો છે. ડૉલરના મુકાબલે કાલે રૂપિયો 7 પૈસા તૂટ્યો હતો અને 70.41ના સ્તર પર બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન