શેરબજાર ધડામ, સેન્સેક્સ ડાઉન 572 પોઈન્ટ - Sandesh
  • Home
  • Business
  • શેરબજાર ધડામ, સેન્સેક્સ ડાઉન 572 પોઈન્ટ

શેરબજાર ધડામ, સેન્સેક્સ ડાઉન 572 પોઈન્ટ

 | 3:55 pm IST

શેરબજારમાં ગુરુવારે ભારે મોટો કડાકો જોવા મળ્યો. દિવસભરના કામકાજના અંતે સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુંનો ઘટાડો નોંધાયો તો નિફ્ટી પણ 160 અંક ગગડ્યો. બંધ ભાવ પ્રમાણે સેન્સેક્સ 572.28 અંક  એટલે કે 1.59 ટકા ઘટીને 35312.13 પર બંધ રહ્યો તો નિફ્ટી 189.25 અંક એટલે કે 1.76 ટકા ઘટીને 10593.65 પરબંધ રહ્યો.

વિધાનસભાની ચૂંટણી પરિણામોની અનિશ્ચિતતા અને ડોલર સામે રૂપિયાની નરમાઈને પગલે ગુરુવારે BSE સેન્સેક્સ 572  પોઈન્ટ જેટલો તૂટી ગયો હતો. સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 35,707.23 અને નીચામાં 35,266.76 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 572.28 પોઈન્ટ્સના ગાબડાં સાથે 35,312.13 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 10,722 અને નીચામાં 10,588 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 181.75 પોઈન્ટ્સના ધોવાણ સાથે 10,601.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

ઓપેક દ્વારા પુરવઠા કાપની આશંકા સાથે ક્રૂડના ભાવ વોલેટાઈલ રહ્યા હતા. 7 ડિસેમ્બરે વિશ્વના ટોચના 15 ઓઈલ ઉત્પાદક ગ્રુપની બેઠક મળશે. રૂપિયો પણ ડોલર સામે વધુ ગગડીને 71ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે ઘટેલા અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE એનર્જી ઈન્ડેક્સ 2.35 ટકા, BSE રિયલ્ટી ઈન્ડેક્સ 2.26 ટકા, BSE ઓટો ઈન્ડેક્સ 2.26 ટકા, BSE ટેલિકોમ ઈન્ડેક્સ 2.11 ટકા અને BSE ટેકનો ઈન્ડેક્સ 1.71 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

બુધવારે રિઝર્વ બેંકની ત્રિમાસિક નાણાં નીતિની ઘોષણામાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટને યથાવત રાખવામાં આવતા સંવેદી શેરબજાર સૂચકઆંકે નકારાત્મક સેન્ટિમેન્ટસ દેખાડ્યા હતા. શેર બજારને મોટો ઝાટકો લાગ્યો હતો. 300 પોઈન્ટના ઘટાડા પછી સેન્સેક્સ 35590ની આસપાસ તો નિફ્ટી 10690ની આસપાસ નજર આવ્યો. બુધવારે BSEના મીડ કેપ ઈન્ડેક્સમાં પણ 0.6 ટકાનો ઘટાડો જોવા મળતા 14815ની આસપાસ જોવા મળ્યો તો BSEનો સ્મોલ કેપ ઈન્ડેક્સ 0.4 ટકા તૂટીને 14275ની આસપાસ જોવા મળી રહ્યો છે.

ટોપ ગેઈનર
સન ફાર્મા, પાવર ગ્રિડ અને યૂપીએલ

ટોપ લૂઝર
વેદાંતા, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, યશ બેંક, હિંદાલકો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન