શેરબજાર : 39,000ની પાર સેન્સેક્સ, નિફ્ટીમાં પણ ખુલતાની સાથે વધારો - Sandesh
  • Home
  • Business
  • શેરબજાર : 39,000ની પાર સેન્સેક્સ, નિફ્ટીમાં પણ ખુલતાની સાથે વધારો

શેરબજાર : 39,000ની પાર સેન્સેક્સ, નિફ્ટીમાં પણ ખુલતાની સાથે વધારો

 | 10:07 am IST

સ્થાનિક શેરબજાર આજે ખુલતાની સાથે ઉછાળો જોવા મળ્યો છે. તેથી માર્કેટમાં ખુશી છવાઇ છે. જેમાં સેન્સેક્સ +89.19 પોઇન્ટ એટલે 0.23% ટકાના વધારા સાથે 39,133.54 પર ખુલ્યો છે. તેમજ નિફ્ટી +26.60 પોઇન્ટ એટલે 0.23% ટકાના વધારા સાથે 11,548.40 પર ખુલ્લી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે ભારતી એરટેલ, સિપ્લા, કોટક બેંક અને એમએન્ડએમના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. તથા ગ્રાસીમ, એનટીપીસી, વિપ્રો અને અદાણી પોર્ટ્સના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.

સેક્ટોરિયલ ઇન્ડિક્સ પર નજર કરીએ તો આજે આઈટી અને પીએસયુ બેંક સિવાયના તમામ સેક્ટર્સની શરૂઆત લીલા નિશાન સાથે થઇ છે. તેમજ રિયલ્ટી, મેટલ, ઓટો, એફએમસીજી, ફાર્મા, મીડિયા, ફાઇનાન્સ સર્વિસ, બેંક અને પ્રાઇવેટ બેંક શામેલ છે.

આ વીડિયો પણ જુઓઃ સાંસદ અભય ભારદ્વાજની હાલત નાજૂક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન