Share market Sensex and Nifty goes down form green to red
  • Home
  • Business
  • લીલા નિશાનમાં ખુલેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો કડાકો

લીલા નિશાનમાં ખુલેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો કડાકો

 | 10:33 am IST

શુક્રવારે શેર બજાર લીલા નિશાનમાં ખુલ્યું હતુ. બૉમ્બે સ્ટૉક એક્સેચેંજનો સૂચકઆંક સેન્સેક્સ 26.30 અંકની મજબૂતીથી 38050.07 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનાં 50 શેરોનાં સૂચક આંકમાં ઝડપથી 11,474.95 પર કારોબારની શરૂઆત થઇ હતી.

9:25 વાગ્યે સેન્સેક્સમાં 16 શેરોમાં વધારો જોવા મળ્યો, જ્યારે 15 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો નિફ્ટી પર 50નાં 20 શેરોમાં ખરીદી થઇ રહી હતી. જો કે 9:37 વાગ્યે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં આવી ગયા હતા. સેન્સેક્સ 68.08 એટલે કે 0.18% જ્યારે નિફ્ટી 15.50 અંક એટલે કે 0.14% ટૂટીને ક્રમશ: 37,956.29 અને 11,455.20 પર આવી ગયો છે.