Smallcap was trading 0.52 per cent with a rise of 0.39 per cent in mid-cap and small-cap stocks.
  • Home
  • Business
  • શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 126 પોઈન્ટ નિફ્ટીમાં 35 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 126 પોઈન્ટ નિફ્ટીમાં 35 પોઈન્ટનો ઉછાળો

 | 10:14 am IST

બુધવારના કારોબારમાં સુસ્ત શરૂઆત પછી શેરબજારમાં થોડી તેજી જોવા મળી હતી. દિવસના 9 કલાક અને 33 મિનિટ પર સેન્સેક્સમાં 126 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. 36,445ના સ્તર પર અને નિફ્ટી 35 પોઈન્ટની તેજી સાથે 10,922ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી 50 શેરોમાં 34 લીલા નિશાન પર 15 લાલ પર કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએતો મિડકેપ અને સ્મોલકેપમાં 0.39 ટકાની તેજી સાથે સ્મોલકેપ 0.52 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.

દિવસના 9 કલાક અને 21 મિનિટ પર સેન્સેક્સમાં 57 પોઈન્ટની તેજી સાથે 36, 375 પર અને નિફ્ટી 17 પોઈન્ટની તેજી સાથે 10,904 પર કારોબાર કરી રહ્યો હતો. મંગળવારે કારોબારમાં સેન્સેક્સમાં 464 પોઈન્ટની તેજી સાથે 36,318ના સ્તર પર તો નિફ્ટી 149 પોઈન્ટની તેજી સાથે 10,886 પર કારોબાર બંધ થયો હતો.

વૈશ્વિક બજારનો હાલ

વાત કરીએ વૈશ્વિક બજારની તો જાપાનનો નિક્કેઈ 0.56ના કડાકા સાથે 20440ના સ્તર પર તો ચીનનો શાંઘાઈ 0.06ના કડાકા સાથે 2568 પર, હેંગસેંગ 0.24 ટકાના કડાકા સાથે 26766 પર તાઈવાનનો કોસ્પી 0.23 ટકાની તેજી સાથે 2101 પર કારોબાર કરી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન