Share Market settled in Red Zone, sensex dropped 624 Points
  • Home
  • Business
  • શેરબજાર ઊંધા માથે પટકાયું, સેન્સેક્સમાં બોલ્યો અધધ 624 અંકનો કડાકો

શેરબજાર ઊંધા માથે પટકાયું, સેન્સેક્સમાં બોલ્યો અધધ 624 અંકનો કડાકો

 | 4:08 pm IST

ભારતીય શેરબજાર આજે ભારે કડાકા સાથે સેટલ થયા છે. ટ્રેડિંગ દિવસના અંતિમ સેશનમાં સેન્સેક્સ 623.75 પોઈન્ટ એટલે કે 1.66 ટકા ગગડીને 36,958.16 પર જ્યારે નિફ્ટી 183.80 પોઈન્ટ અથવા 1.65 ટકા પટકાઈને 10,925.85 ના લેવલે બંધ આવ્યા છે. ટ્રેડિંગ દિવસ દરમિયાન સેન્સેક્સમાં લગભગ 650 પોઈન્ટથી વધારે જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપની વાત કરીએ તો સંપૂર્ણ દિવસ દરમિયાન મોટાભાગે શેર્સમાં પણ નરમાઈની ચાલ જોવા મળી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ 1.41 ટકા જ્યારે મિડકેપ ઈન્ડેક્સ 2.44 ટકા પટકાઈને સેટલ થયા છે. ઉપરાંત બેંક નિફ્ટી પણ આજે મંદ રહેતા રેડ ઝોનમાં સેટલ થયા છે. ઇન્ડેક્સ 320 પોઈન્ટ ગગડીને 27,702ના લેવલે બંધ આવ્યો છે. જ્યારે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2.16 ટકા પટકાઈને બંધ આવ્યા છે. મેટલ, રિયલ્ટીમાં પણ આજે નરમાઈ જોવા મળી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 2.39 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ 1.43 ટકાના ઘટાડા સાથે બંધ આવ્યા છે.

જોકે કડાકાના માહોલમાં આજે RILના શેરોમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો. જિયોના ફ્યૂચર પ્લાનની જાહેરાત બાદ અન્ય ટેલિકોમ કંપનીઓના શેરમાં કડાકો જ્યારે રિલાસન્યના શેરમાં તેજી ચમકારો હતો. આઇડિયા વોડાફોન શેર 5.6 ટકા, ભારતી એરટેલનો શેર 5.2 ટકા જ્યારે MTNLનો શેર 4.6 ટકા અને ટાટા ટેલિકોમનો શેર 3.5 ટકાના કડાકા સાથે બંધ આવ્યા છે.

ટોપ ગેનર્સની વાત કરીએ તો રિલાયન્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ગેલ, સન ફાર્મા, હિંડાલ્કો, પાવર ગ્રિડ કોર્પ, ટાટા મોટર્સ છે. જ્યારે ટોપ લૂઝર્સમાં યસ બેંક, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, ભારતી એરટેલ સામેલ છે.

આ વીડિયો પણ જુઓ: સોના – ચાંદીના ભાવ વધારા પર રાજકોટના વેપારીઓની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન