Share the first picture of Chhota Hardik on social media
  • Home
  • Featured
  • છોટા હાર્દિકની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર કરી શેર, હાર્દિક પંડ્યાએ લખ્યું ભગવાનના આશિર્વાદ…

છોટા હાર્દિકની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર કરી શેર, હાર્દિક પંડ્યાએ લખ્યું ભગવાનના આશિર્વાદ…

 | 1:01 pm IST

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે નાનો મહેમાન આવ્યો છે. બે દિવસ પહેલા હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા ઉપર તેની જાણકારી આપી હતી. હવે હાર્દિક પંડ્યાએ વધુ એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના પુત્રની સાથે દેખાઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાએ શનિવારે ફોટોની સાથે લખ્યું હતું કે, ભગવાનના આશિર્વાદ…સાથે જ તેણે નતાશા સ્ટાનકોવિકનને પ્રતિ પ્રેમ વ્યક્ત કર્યો છે.

View this post on Instagram

The blessing from God 🙏🏾❤️ @natasastankovic__

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિક પંડ્યા બન્યો પિતા

26 વર્ષના હાર્દિક પંડ્યાના ઘરે 30 જુલાઈના દિવસે ખુશીઓની લહેર આવી છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતે પિતા બન્યો છે તેની ખુશખબરી આપતા કહ્યું હતું કે હું પોતોના પુત્રને મેળવીને ધન્ય થયો. હાર્દિક પંડ્યાના પિતા બન્યા પછી સોશિયલ મીડિયામાં તેને શુભકામનાઓ આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો. હવે આ ફોટો શેર કર્યા પછી ફરી એકવાર પંડ્યાના તમામ ચાહકો તેને સતત શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

કેપ્ટન વિરાટ કોહલીએ આપ્યા અભિનંદન

હાર્દિક પંડ્યા છોકરાના પિતા બની ગયો છે. આ માહિતી જાણીને ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યા અને નતાશાને શુભકામના પાઠવી હતી. વિરાટ કોહલીએ ઈંસ્ટાગ્રામ પર લખ્યુ હતું કે તમને બંનેને અભિનંદન.

પોતાના ચાહકો માટે પુત્રની તસવીર કરી શેર

હાર્દિક પંડ્યાએ આ વર્ષની શરૂઆતમાં એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિકની સાથે સગાઈના સમાચારે ચાહકોને અચંબામાં પાડી દીધા હતા. ત્યારે હવે પિતા બન્યા બાદ પોતાના ચાહકો માટે પુત્રની તસવીર શેર કરી છે.

આ વીડિયો પણ જૂઓઃ  રાખડી બજારમાં હાલ કોરોનાનું ગ્રહણ લાગ્યું

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન