Today sharman joshi is celebrating his 40th birthday
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘થ્રી ઈડિયટ્સ’ના આ એક્ટરનો આજે જન્મદિવસ, પ્રેમ ચોપડાની પુત્રી સાથે કર્યા છે લગ્ન

‘થ્રી ઈડિયટ્સ’ના આ એક્ટરનો આજે જન્મદિવસ, પ્રેમ ચોપડાની પુત્રી સાથે કર્યા છે લગ્ન

 | 12:57 pm IST

બોલીવુડમાં પોતાની એક્ટીંગથી ઓળખ બનાવનાર એક્ટર શરમન જોશી આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આમિર ખાનની ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’માં રાજૂનું પાત્ર નિભાવી રહેલ એક્ટર શરમન જોશીએ પોતાની એક્ટીંગથી આ ફિલ્મમાં સૌને પ્રભાવિત કર્યા હતા.

શરમન જોશી બોલીવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાનો જમાઈ છે. પ્રેમ ચોપડાની પુત્રી પ્રેરણા સાથે 2000માં બોલીવુડ એક્ટર શરમન જોશીએ લગ્ન કર્યા હતા. ગુજરાતી શરમન જોશીએ પંજાબી પ્રેરણા સાથે સાત ફેરા લીધા હતા.

પોતાની લવ સ્ટોરીની વાત કરતા શરમને જણાવ્યુ કે પ્રેરણા અને શરમને ક્યારેય એક બીજાને પ્રપોઝ કર્યુ નથી. બસ એ બંનેને ખબર પડી હતી કે એ બંને મેડ ફોર ઇચ અધર છે. એક વર્ષ સુધી એક બીજા સાથે ડેટ કર્યા બાદ આ કપલે 15 જૂન 2000માં લગ્ન કરી લીધા હતા. શરમન અને પ્રેરણાના ત્રણ સંતાનો છે ખયાના અને બે જોડકા બાળકો વારયાન અને વિહાન છે.

‘ગોડમધર’ ફિલ્મથી બોલીવુડમાં કર્યુ ડેબ્યુ

બોલીવુડમાં શરમન જોશીએ વર્ષ 1999માં ફિલ્મ ‘ગોડમધર’થી એન્ટ્રી કરી હતી. વર્ષ 2001માં તેની ફિલ્મ ‘સ્ટાઈલ’થી એક અલગજ ઓળખ મળી હતી. શરમન જોશીએ ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’, ‘રંગ દે બસંતી’, ‘ગોલમાલ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’,’ફરારી કી સવારી’ જેવી ફિલ્મોમાં શાનદાર કામ કર્યુ છે. ફિલ્મ ‘ફરારી કી સવારી’માં શરમનના રોલની ખુબજ પ્રશંસા થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન