sharmila tagore birthday special her bikini photoshoot
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ અભિનેત્રીનાં બિકીની પહેરવાના પડઘા છેક સંસદ સુધી પડ્યાં, રાતોરાત હટાવી લીધા પોસ્ટર

PHOTOS: આ અભિનેત્રીનાં બિકીની પહેરવાના પડઘા છેક સંસદ સુધી પડ્યાં, રાતોરાત હટાવી લીધા પોસ્ટર

 | 2:23 pm IST

કાશ્મીર કી કલી, વક્ત, આમને સામને જેવી શાનદાર ફિલ્મોમાં યાદગાર અભિનય કરનારી અભિનેત્રી શર્મિલા ટેગોરનો જન્મ 8 ડિસેમ્બર 1946માં હૈદરાબાદમાં થયો હતો. પોતાના જમાનામાં બોલ્ડ તરીકે છાપ ઉભી કરનારી આ અભિનેત્રીનો જન્મ હિન્દુ બંગાળી પરિવારમાં થયો હતો. અપુર સંસાર ફિલ્મથી બોલિવૂડમાં તેનુ ડેબ્યૂ થયું હતું.

ફિલ્મ એન ઈવનિંગ ઈન પેરિસમાં પહેલીવાર શર્મિલાએ બિકીની સીન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં પહેલી વાર શર્મિલાએ બિકીની પહેરી હતી. બોલિવૂડમાં ત્યારે તહેલકો મચી ગયો હતો. આ પગલાના એવા પડઘા પડ્યાં કે છેક સંસદમા બબાલ ઉભી થઈ હતી.

આ વાત ત્યારની છે કે જ્યારે શર્મિલાનું મંસુર અલી ખાન પડૌદી સાથે અફેર ચાલતું હતું. એવામાં મંસુર અલી ખાનની મા મુંબઈ શર્મિલાને મળવા આવતી હતી અને ત્યારે જ આખા મુંબઈમા તેના બિકીની પોસ્ટર લાગેલા હતા. તો અભિનેત્રીને બીક લાગી કે ક્યાંક મંસુર અલી ખાનની મા આવું જોઈને એને રિજેક્ટ કરી નાખશે તો. એટલે પ્રોડ્યુસરને ફોન કર્યો અને બધા જ પોસ્ટર રાતોરાત હટાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન