શર્મિલા ટાગોરે દરેક વાતે સામા પ્રવાહે તરીને સફળતા મેળવી - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • શર્મિલા ટાગોરે દરેક વાતે સામા પ્રવાહે તરીને સફળતા મેળવી

શર્મિલા ટાગોરે દરેક વાતે સામા પ્રવાહે તરીને સફળતા મેળવી

 | 5:38 am IST

સિનેવર્લ્ડ

શર્મિલા ટાગોર હિન્દી સિનેજગતની ટોચની હિરોઈન હતી જ્યારે તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મન્સુરઅલીખાન પટૌડીને મળી હતી. વાત ૧૯૬૫ની છે. શર્મિલાના એક મિત્રએ શર્મિલાને પાર્ટીમાં બોલાવી હતી. પાર્ટીમાં મન્સુરઅલીખાન પટૌડી પણ આમંત્રિત હતો કારણ કે એ પણ મિત્ર હતો. શર્મિલા અને પટૌડી એકબીજાને ઓળખતા નહોતા. શર્મિલા ક્રિકેટની ભારે શોખીન હતી તેથી એ પટૌડીને તથા એની જબરજસ્ત રમતને ઓળખતી હતી. પટૌડીન નવાબ એવા મન્સુરને હિન્દી સિનેજગતમાં જરાય રસ નહોતો એટલે તેણે શર્મિલાને કદી જોઈ નહોતી. પાર્ટીમાં પહેલી મુલાકાતમાં મન્સુરઅલીખાન શર્મિલાની પારર્દિશતા, પુખ્ત સમજણ અને આત્મવિશ્વાસથી ઘાયલ થઈ ગયો હતો. શર્મિલાને પટૌડીનો રમુજી સ્વભાવ ગમ્યો હતો. પરંતુ પાર્ટીમાંથી નીકળ્યા પછી શર્મિલા એ વાત ભૂલી ગઈ.

પટૌડી એ વાતને ભૂલી શક્યો નહોતો. તેણે પોતાના મિત્ર પાસેથી શર્મિલાનં સરનામું મેળવ્યું અને તેને ગુલાબનો બુકે મોકલી આપ્યો. એનો કોઈ જ જવાબ ન આવ્યો. પટૌડીએ બીજી વખત ગુલાના બુકે સાથે પ્રેમપત્ર લખીને મોકલ્યો, છતાં જવાબ ન આવ્યો. પટૌડી થાક્યા વગર ટ્રાય કરતો રહ્યો, ત્યાં સુધી કે તેણે શર્મિલાના ઘેર રેફ્રિજરેટર મોકલી આપ્યું. (એ જમાનામાં એ વૈભવની વસ્તુ હતી). છતાં વાત ન બની. ચાર વર્ષની મહેનત પછી પટૌડીને ખબર પડી કે શર્મિલા પેરિસમાં છે. એ તરત જ પેરિસ પહોંચી ગયો. પેરિસ આમ પણ પ્રેમની નગરી કહેવાય છે. પેરિસમાં પટૌડીએ શર્મિલાને શોધી કાઢી અને તેને એક સુંદર સાંજે પ્રપોઝ કરી દીધું. ત્યારે માંડ શર્મિલાએ મન્સુર અલીખાનને હા પાડી હતી.

શર્મિલા એક વખત માની ગઈ એ પછી તો બંને પ્રેમીપખીડા સતત સાથે રહેવાનો મોકો જ શોધતા રહેતા હતા. એક વખત મન્સુર અલીખાનની અમદાવાદમાં મેચ હતી. શર્મિલા કોઈ ફિલ્મનું મુંબઈમાં શુટીંગ કરી રહી હતી. મન્સુર અલીખાને તેને પૂછયું, ક્યા આપ યહાં આ સકેંગી?

શર્મિલાએ કહ્યું, હાં! જરૂર! -અને શુટીંગ અટકાવીને વિમાન પકડી અમદાવાદ આવી પહંચી અને સીધી સ્ટેડિયમ પહોચી ગઈ હતી. સિનેજગતના લોકો તો ઠીક સામાન્ય સિનેરસિકો પણ એકબીજા સાથે શરતો લગાવતા હતા કે આ બંને ભલે પ્રેમમાં પાગલ દેખાતા હોય, એમના લગ્ન નહીં જ થાય. પટૌડી શર્મિલાને પોતાની પત્ની નહીં બનાવે. પરંતુ બધાને ખોટા પાડીને બંનેએ એક વર્ષ પુરું થાય એ પહેલા તો લગ્ન કરી લીધા. ૨૭ ડિસેમ્બર ૧૯૬૯ના રોજ એમણે નિકાહ કરી લીધાં. શર્મિલાએ કાયદેસર ધર્મપરિવર્તન કરીને આયેશા સુલતાન નામ ધારણ કર્યું હતું અને એ નામે નિકાહ કર્યા હતા. એમના નિકાહના ફોટોગ્રાફ્સની ભારે માગ હતી. લગઢ્નમાં પહેરેલા એમના ડ્રેસ એ વર્ષની ફેશન બની ગયા હતા.

નિકાહ થઈ ગયા પછીય લોકો શરત મારતા હતા કે જિદમાં આવીને બંનેએ લગ્ન ભલે કરી લીધા, પણ એમની જોડી લાંબી ચાલશે નહીં. શર્મિલા બંગાળી બ્રાહ્મણ પરિવારની અને મન્સુર અલીખાન મુસ્લીમ અને તેય નવાબી પરિવારના! જોડી જામે જ શી રીતે? પરંતુ દિવસો વીતતા ગા, મહિના વીત્યા, વર્ષ વીત્યા. શર્મિલા બં સંતાનની માતા બની ગઈ. તય બંનેના લગ્નમાં કોઈ વિખવાદના સમાચાર તો ઠીક અફવાય સાંભળવા મળતી નહોતી. એક ઈન્ટરવ્યૂમાં પત્રકારે શર્મિલાને પૂછી લીધું હતું કે સાવ જુદા ધર્મમાં અને સાવ જુદી સામાજિક હેસિયતના પરિવારમાં તમે એડજસ્ટ શી રીતે કરો છો? શર્મિલાએ કહ્યું હતું, તમને જે તફાવત દેખાય છે એ અમને તો અનેભવ પણ થતો નથી. અને મારી દાદી કહેતી હતી કે બેટા જે સ્ત્રી પતિ સામે હારી જાય એ જિંદગી જીતી જાય છે. બસ, હું એ જ રીતે જીવી રહી છું. બધું સરસ ચાલે છે. મન્સુર અને પરિવરના બધા ખુબ જ ભલા અને સારા છે.

શર્મિલાની વાત જરાય ખોટી નહોતી. કારણ કે શર્મિલાએ ભલે ઈગ્ન રજિસ્ટર કરાવવા અને સામાજીક સંમતિ માટે મુસ્લીમ ધર્મ અંગિકાર કર્યો હોય, એ કદી ચુસ્ત મુસ્લીમ સ્વરૂપમાં જોવા મળી નથી. વળી લગ્ન પછી સિનેજગતને અલવિદા કરી દીધી હતી, પરંતુ થોડા વર્ષ પછી એ અભીનયમાં પાછી ફરી હતી અને સાસરિયાંએ કોઈ વાધો લીધો નહોતો.

લગ્ન બાદ શર્મિલાને સાસરે ભલે કોઈ અગવડ ન પડી હોય, એને પોતાની કરિયરમાં અને આસપાસના પરિવેશમાં ખુબ ટીકાઓનો સામનો કર્યો હતો. પટૌડી કદી શર્મિલાના કામમાં માથું મારતો નહોતો. લગ્ન પહેલાં જ તેણે શર્મિલાનો એન ઈવનિંગ ઈન પેરિસનો બિકિની ફોટોગ્રાફ જોયો હતો. એ જમાનામાં આ ખુબ જ બોલ્ડ પગલું હતું. કોઈ હિરોઈને આ અગાઉ એવી હિંમત કરી નહોતી. લગ્ન પછી શર્મિલાએ ચેરીટીના કામ માટે એ બિકીનીની હરાજી કરવાની ઈચ્છા દર્શાવી તો પણ મન્સુર અલીખાને સંમતિ જ આપી હતી. લગ્ન પછી શર્મિલા ફિલ્મોમા પાછી આવી તો તેણે અનેક ગ્લેમરસ ભુમિકાઓ કરી હતી. એથી મન્સુરઅલી ખાન કદી ઈન્સિક્યોર થયાનું સાંભળવા મળ્યું નથી.

આમ શર્મિલા અને મન્સુરઅલી ખાને આખા જગતને ખોટું પાડી પોતાની પ્રેમકહાણીને સફળ કરી બતાવી હતી. ૪૨ વર્ષના લગ્નજીવન પછી મન્સુરઅલીખાનનું અવસાન થયું એ પછી પણ શર્મિલાને સાસરે કદી કોઈ અગવડ પડી નથી. એટલું જ માન એટલું જ સન્માન મળ્યું છે. આજે એનો પુત્ર સૈફ પિતાના પગલે ચાલીને પહેલા લગ્ન આંતરધર્મિય કર્યા હતા. તેની પત્ની હતી અમૃતા સિંઘ.  એની સાથે છૂટાછેડા થયા પછી કરીના કપૂરને પરણ્યો છે, સુખી દામ્પત્ય ભોગવી રહ્યો છે. અગાઉ તેણે અને પુત્રી સોહા અલીખાને પણ માતાના પગલે ચાલીને આંતરધર્મિય લગ્ન કર્યા છે. તે પણ એક સંતાનની માતા બની છે.

શર્મિલા આજે પણ એવી જ જાજરમાન દેખાય છે અને ગૌરવથી જીવી રહી છે. આ વર્ષે એટલે કે ૮ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ એ ૭૪ વર્ષની થઈ જશે. શર્મિલા વિષે વધુ રોમાંચક વાતો આવતા અઠાવડિયે…!

[email protected]