Shashi Tharoor Gave Strong Reply To Pakistan In Serbia
  • Home
  • Featured
  • પાકિસ્તાને વિદેશમાં ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, તો કૉંગ્રેસ નેતા શશિ થરૂરે કાઢી નાખી ધૂળ

પાકિસ્તાને વિદેશમાં ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, તો કૉંગ્રેસ નેતા શશિ થરૂરે કાઢી નાખી ધૂળ

 | 10:30 pm IST

વરિષ્ઠ નેતા શશિ થરૂરે એશિયાઈ સંસદીય સભાની મીટિંગમાં બિનજરૂરી રીતથી કાશ્મીરનો ઉલ્લેખ કરવાને લઇને જોરદાર ફટકાર લગાવી દીધી છે. આ સભાનું આયોજન સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં કરવામાં આવ્યું હતુ. પાકિસ્તાને અહીં કહ્યું કે, તે આ મીટિંગનું આયોજન પોતાના ત્યાં નથી કરાવી શકતુ. ત્યારબાદ પાકિસ્તાને આ મીટિંગ ના કરાવી શકવા પાછળનું હાસ્યાસ્પદ કારણ આપ્યું. પાકિસ્તાને કહ્યું કે, આવું તે કાશ્મીર મુદ્દાની સ્થિતિનાં કારણે નથી કરી શકી રહ્યું.

આ મુદ્દા પર થરૂર ભડક્યા અને તેમણે પાકિસ્તાનનાં નિવેદનનાં ષડયંત્ર ગણાવતા કહ્યું કે તે ભારતનાં આંતરિક મુદ્દાનું કારણ આગળ ધરીને આ મંચનો રાજનીતિકરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે અંતર સંસદીય સંઘની વાર્ષિક બેઠકથી અલગ એશિયાઈ સંસદીય સભામાં થરૂરે પાકિસ્તાની સીનેટનાં અધ્યક્ષનાં એક પત્રની નિંદા કરી જેમાં તેમણે પાકિસ્તાન દ્વારા ડિસેમ્બર 2019માં નક્કી APA પૂર્ણ સત્રની યજમાની કરવામાં અસફળ થવા માટે જમ્મુ-કાશ્મીરની ગતિવિધિઓને કારણભૂત ગણાવ્યું.

શશિ થરૂરે પાકિસ્તાનની સીનેટનાં અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, “તેમણે ભારતનાં આંતરિક મામલાનાં સંદર્ભનો અનાવશ્યક રીતથી ઉપયોગ સભાનું રાજનીતિકરણ માટે કર્યો.” પૂર્વ વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું કે, “જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં એવું કંઇ પણ નથી કે જે કોઈ પણ રૂપમાં દેશમાં રહેવા અને કામ કરવાની સ્થિતિને પ્રભાવિત કરે, ઇસ્લામાબાદની તો વાત જ છોડો.”

શશિ થરૂરે કહ્યું કે, “ભારતનાં આંતરિક મામલા તેની સીમાઓની બહાર નથી જતા અને પડોશીઓને પ્રભાવિત નથી કરતા.” તિરૂવનંતપુરમનાં સાંસદે કહ્યું કે, “આ પરિસ્થિતિમાં આ દુર્ભાગ્યપૂર્ણ અને ચોંકાવનારું છે કે તેઓ એ આશા રાખે છે કે આ ગરિમાપૂર્ણ સભા ડિસેમ્બર 2019માં એપીએનાં પૂર્ણ સત્રની યજમાની કરવાની અક્ષમતા અથવા અનિચ્છા માટે આ પ્રકારનાં બહાના સ્વીકારશે.” પાકિસ્તાને બહુપક્ષીય બેઠક દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ ભારતે પાકિસ્તાનનાં પ્રયત્નોને અસફળ કરી દીધા.

આ વિડીયો પણ જુઓ: કોંગ્રેસ પાસે ફંડની કમીને કારણે ખર્ચ પર લગાવી લગામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન