શશિ કપૂરનાં અવસાન બાદ શશિ થરૂરને મળી રહ્યા છે શોક સંદેશાઓ - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શશિ કપૂરનાં અવસાન બાદ શશિ થરૂરને મળી રહ્યા છે શોક સંદેશાઓ

શશિ કપૂરનાં અવસાન બાદ શશિ થરૂરને મળી રહ્યા છે શોક સંદેશાઓ

 | 9:49 pm IST

આજે સાંજે લાંબી બીમારી બાદ વેટરન એક્ટર શશી કપૂરનું નિધન થયું છે. તેમના અવસાનનાં સમાચાર સાંભળ્યા બાદ તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. પીઢ અભિનેતાએ 79 વર્ષની વયે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. વર્ષ 2011માં પદ્મભૂષણથી સન્માનિત આ એક્ટર છેલ્લા કેટલાક સમયથી છાતીમા ઈન્ફેક્શનથી પીડાતા હતા. જેના બાદ તેમને અનેક બાયપાસ કરાવવી પડી હતી. સદગત શશી કપૂરના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામા આવશે.

ટ્વીટર અને ફેસબુક પર શશિ કપૂરને શ્રદ્ધાંજલી આપનારાઓનો હુજૂમ જોવા મળી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ નેતા શશિ શરૂરનાં કાર્યાલયને પણ શોક સંદેશ મળી રહ્યા છે. તિરૂવનંતપૂરમનાં સાંસદ થરૂરે પોતે આ મામલા પર ટ્વીટ કરી હતી. ખુલાસો કર્યા બાદ તેમણે અભિનેતાનાં અવસાન પર પોતાનું દુ:ખ જાહેર કર્યુ હતું. 61 વર્ષિય થરૂરે ટ્વીટર પર પોતાના શોક સંદેશમાં લખ્યુ,”એક મહાન અભિનેતા, સ્માર્ટ, અસાધારણ સુંદર અને એક નામ જે હંમેશા મારા માટે ઘણી વખત વણઉકેલ્યુ રહ્યું. (આજે મારી ગંભીર બિમારીનાં સંબંધમાં મારા કાર્યાલય પર પત્રકારોનાં બે ફોન આવ્યા) મને શશિ કપૂર યાદ આવી ગયા. તેમના પરિવાર અને પ્રશંસકોને સાંત્વના.” આ ટ્વીટનાં 1 મિનિટ બાદ શશિ થરૂરે ટ્વીટ કરી કે”તેમના કાર્યાલય પર શોક સંદેશ આવી રહ્યા છે.”

ખરેખર એક અગ્રેજી સમાચાર ચેનલે ટ્વીટ કરી દીધુ કે, ફિલ્મ મેકર મધુર ભંડાકરે શશિ થરૂરનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે, જેના પછી ઉહાપોહની સ્થિતિ ઉભી થઇ ગઇ હતી.