કોચ તરીકે વધુ એક મહિનો રહેવાની બોર્ડે કરેલી ઓફરને શાસ્ત્રીએ નકારી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • કોચ તરીકે વધુ એક મહિનો રહેવાની બોર્ડે કરેલી ઓફરને શાસ્ત્રીએ નકારી

કોચ તરીકે વધુ એક મહિનો રહેવાની બોર્ડે કરેલી ઓફરને શાસ્ત્રીએ નકારી

 | 8:00 am IST
  • Share

ભારતીય ટીમ માટે ચાલુ વર્ષે રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ ઘણો મહત્ત્વપૂર્ણ બની રહેશે કારણે કોહલી અને શાસ્ત્રી બંને છેલ્લી વખત સાથે દેખાશે. વર્લ્ડ કપ બાદ ભારતે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે સતત બે શ્રેણી રમવાની છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ શાસ્ત્રીને સાઉથ આફ્રિકા સામેની શ્રેણી સુધી કોચ તરીકે જારી રહેવાની ઓફર કરી હતી જેને તેણે નકારી નાખી હતી. આ સ્થિતિમાં દ્રવિડને ટેમ્પરરી કોચ બનાવવામાં આવે તેવી સંભાવના છે. શાસ્ત્રીના કોચિંગ હેઠળ ભારતીય ટીમે દ્વિપક્ષીય શ્રેણીમાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે પરંતુ આઇસીસીની ટૂર્નામેન્ટ્સમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. શાસ્ત્રીને કોહલીનું ઘણું સમર્થન મળ્યું છે પરંતુ હવે તે આ જવાબાદારીમાંથી મુક્ત થવા માગે છે. ભારતે ૧૭મી ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં રમવાનું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો