Video : જાણો ષટત્તિલા એકાદશીની કથા વિશે - Sandesh
  • Home
  • Videos
  • Video : જાણો ષટત્તિલા એકાદશીની કથા વિશે

Video : જાણો ષટત્તિલા એકાદશીની કથા વિશે

 | 4:33 pm IST

દાલભ્ય ઋષિએ ગભસ્તી ઋષિને પૂછ્યું કે મૃત્યુલોકમાં ઘણાં બ્રહ્મહત્યા,પરસ્ત્રીગમન, ચોરી, લૂંટ આદિ ઘણાં પાપો કરે છે. તેઓને કયાં સાધનથી નર્કની પ્રાપ્તિ ન થાય તે મને કહો. ગભસ્તી ઋષિ બોલ્યાં કે હે ઋષિદેવ, તમે ઉત્તમ પ્રકારની વાત પૂછી. આ અગાઉ બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રાદિક દેવતાઓએ કોઇને પણ કહ્યું નથી, તે હું તમને કહુ છું. તે વિધિ સાંભળો.

પોષ વદ અગિયારસે સ્નાન કરી, ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. ચંદન, અંબર, કપૂર, અક્ષત, અબીલ, ગુલાલ, પુષ્પ ભગવાનને અર્પણ કરવા અને ખિચડીનું નૈવેદ્ય કરી ભગવાનને ધરાવવું. પછી ભૂરું કોળુ, નારિયેળ અથવા સોપારી અર્પણ કરી પ્રભુને પ્રાર્થના કરવી કે હે ભગવાન આ સંસાર સાગરમાં ડૂબતા દુ:ખીજનો પર દયા લાવો. પછી આ મુજબ કથા સાંભળવી.