ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, 'મે તો પહેલા જ કિધું હતું કે સત્યની જીત થશે' - Sandesh
  • Home
  • India
  • ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ‘મે તો પહેલા જ કિધું હતું કે સત્યની જીત થશે’

ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ‘મે તો પહેલા જ કિધું હતું કે સત્યની જીત થશે’

 | 6:08 pm IST

પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને હવે ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ પેદા થઇ છે. કારણ કે મહારાષ્ટ્રમાં શિવસેનાના સંજય રાઉતે ભાજપની આજની સ્થિતિની ટીકા કરી અને કહ્યું કે લોકોએ અમને સબક શીખવાડ્યો. તો હવે ફરી ભાજપના જ એક નેતા ભાજપની વિરૂદ્ધ બોલી ગયા. આમ તો આ નેતા ભાજપની વિરૂદ્ધ બોલવા માટે પંકાયેલા જ છે. ગુજરાતમાં પણ તેમણે હાર્દિક પટેલની મુલાકાત કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. ત્યારે આટલી મોટી બોલવાની તક તેઓ કેવી રીતે જતી કરી શકે. એ પણ એવી તક જ્યારે ભાજપ ચારે ખાનો ચિત્ત થઇ ગયું હોય.

ભાજપના નેતા શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરી પોતાની જ પાર્ટી પર સકંજો લાદતા કહ્યું કે, ”મેં તો પહેલા જ ચેતવણી આપી હતી કે સત્યની જીત થશે. આને જ લાયક હતા. અને અંતમાં સત્યની જ જીત થઇ. હું મારા તમામ લોકોને બહુપ્રતિક્ષિત રીતે જીતના અભિનંદન પાઠવું છું.” શત્રુધ્ન આનાથી ન અટક્યા અને આગળ પણ લખ્યું છે કે, ”જે ચૂંટણી હારી ચૂક્યા છે, તેમનો અભિમાન, ખરાબ પ્રદર્શન અને અતિમહાત્વાકાંક્ષા માટે તેમનો આભાર. આવા લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના છે. આશા રાખું છું કે, એમને જલ્દી જ સદબુદ્ધિ મળે. લોકતંત્ર ઝિંદાબાદ… જય હિંદ.”

જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2019ના પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધીના પરિણામોમાં કોંગ્રેસથી ભાજપ ઘણી પાછળ છે તો બાકીના રાજ્યોમાં કોંગ્રેસ જીતી ચૂકી છે. ત્રણે રાજ્યોમાં કોંગ્રેસ સરકાર બનાવવાની કગાર પર ઉભી છે. છત્તીસગઢમાં રમણસિંહની સરકારને રોકીને કોંગ્રેસે સુપડાસાફ કરી નાખ્યા. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને બહુમત મળી ગઇ. જોકે મધ્યપ્રદેશનું પરિણામ હજુ ફડચામાં ફસાયેલું છે. જોકે કોંગ્રેસ બાજી મારી જશે તેવું સાફ દેખાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન