Poonam Sinha Contest against Rajnath Singh in Lucknow!
  • Home
  • Election 2019
  • રાજનાથે જ 2014માં શત્રુઘ્નને અપાવી હતી ટિકિટ, હવે તેમના પત્ની બનશે ‘અહેશાનફરામોશ’!

રાજનાથે જ 2014માં શત્રુઘ્નને અપાવી હતી ટિકિટ, હવે તેમના પત્ની બનશે ‘અહેશાનફરામોશ’!

 | 12:59 pm IST

લાંબા સમયથી ભાજપ સાથે રહીને બગાવતનો બુંગિયો ફૂંકીને લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમો હાથ ઝાલી લેનારા શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા હવે સાયકલની સવારી કરી રહ્યાં છે. સમાજવાદી પાર્ટી પૂનમ સિન્હાને લખનૌ બેઠક પરથી રાજનાથ સિંહ સામે મેદાને યુતારશે તેવું માનવામાં આવે છે. આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપના નેતાઓ આશ્ચર્ય પામ્યા છે.

ભાજપના નેતાઓનું કહેવું છે કે, શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં ગયા તેનાથી એટલી તકલીફ નથી થઈ જેટલી તેમના પત્ની પૂનમ રાજનાથ સિંહ સામે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ભાજપના એક નેતાએ કહ્યું હતું કે, 2014ની ચૂંટણીમાં ભાજપ હાઈકમાન્ડ બિહારના પટના સાહિબથી શત્રુઘ્નને ટિકિટ આપવા વિરૂદ્ધ હતી. આ પાછળનો તર્ક હતો કે કેટલાક સ્થાનિક મુદ્દાઓ સિન્હા વિરૂદ્ધ જઈ શકે છે.

જોકે તે સમયે રાજનાથ સિંહ શત્રુઘ્નના સમર્થનમાં આવ્યા હતાં. રાજનાથ સિંહે ના માત્ર સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં સિન્હાની દાવેદારીનું સમર્થન કર્યું, પરંતુ એ પણ સુનિશ્ચિત કર્યું કે તેમને ફરીથી પટના સાહિબથી જ ટિકિટ મળે. આમ ભાજપ હાઈકમાન્ડની સામે પડીને રાજનાથ સિંહે શત્રુઘ્નને ટિકિટ અપાવી હતી. અને હવે તેઓ કોંગ્રેસમાં શામેલ થઈ ગયા છે અને તેમની પત્ની રાજનાથ સિંહ સામે જ ચૂંટણી લડવાને લઈને ભાજપના નેતાઓએ કહ્યું છે કે, ‘આ ખામોશ નહીં, પણ અહેશાન ફરામોશી હશે’.

ઉલ્લેખનીય છે કે, પૂનમ સિન્હા ગઈ કાલે મંગળવારે જ સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવની હાજરીમાં પાર્ટીમાં શામેલ થયા. પાર્ટીમાં શામેલ થવા તે મુંબઈથી લખનૌ પહોંચ્યા હતાં. સમા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પૂનમ સિન્હાને અભિનંદન પાઠવ્યા હતાં. સપામાં સામેલ થતા જ એવી અટકળો વહેતી થઈ હતી કે પૂનમ સિન્હા લખનૌ બેઠક પરથી ભાજપના રાજનાથ સિંહ વિરૂદ્ધ લોકસભાની ચૂંટણી લડી શકે છે. જોકે આ મામલે પૂનમ સિન્હાએ કોઈએ જ જવાબ આપવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ બુધવારે આ મામલે ચર્ચા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન