shattila ekadashi importance and worship, BhaktiVideo
  • Home
  • Featured
  • જાણો ષટતિલા એકાદશીની કથા વિશે, Video

જાણો ષટતિલા એકાદશીની કથા વિશે, Video

 | 9:02 am IST

દાલભ્ય ઋષિએ ગભસ્તી ઋષિને પૂછ્યુ કે મૃત્યુલોકમાં ઘણા બ્રહ્મહત્યા, ચોરી, લૂંટ આદિ ઘણા પાપો કરે છે. તેઓને કયા સાધનથી નર્કની પ્રાપ્તિ ન થાય તે મને કહો. ગભસ્તી ઋષિ બોલ્યા કે હે ઋષિદેવ, તમે ઉત્તમ પ્રકારની વાત પૂછી. આ અગાઉ બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રાદિક દેવતાઓએ કોઈને પણ કહ્યુ નથી, તે હું તમને કહુ છું. તે વિધિ સાંભળો.

પોષ વદ અગિયારસે સ્નાન કરી, ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. ચંદન, અંબર, કપૂર, અક્ષત, અબીલ, ગુલાલ, પુષ્પ ભગવાનને અર્પણ કરવા અને ખિચડીનું નૈવેદ્ય કરી ભગવાનને ધરાવવું. પછી ભૂરું કોળુ, નારિયેળ અથવા સોપારી અર્પણ કરી પ્રભુને પ્રાર્થના કરવી કે હે ભગવાન આ સંસાર સાગરમાં ડૂબતા દુખીજનો પર દયા લાવો. પછી નીચે મુજબ કથા સાંભળવી.

બ્રાહ્મણી પાછી ઘરે આવીને બારણા બંધ કરીને ઘરમાં ભરાઈ પડી. થોડી વારે અપ્સરાઓએ આવીને બૂમો પાડી કે બારણુ ખોલો. પણ ડોશી કહે જ્યાં સુધી તમે મને ષટતિલા એકાદશીનું પુણ્ય નહિ આપો ત્યા સુધી હું દરવાજા નહિ ખોલું. એટલે દેવાંગનાઓ ચૂપ થઈ ગઈ. પરંતું પરિક્ષા કરવા ખાતર એક અપ્સરા બોલી, હા તમને એક એકાદશીનું પુણ્ય આપ્યુ, હવે બારણુ ઉઘાડો.

દેવાંગનાએ જેવું પુણ્ય તે બ્રાહ્મણીને અર્પણ કર્યુ તેવું જ તેણે બારણું ઉઘાડ્યું. પરંતું આ શું.વૃદ્ધ બ્રાહ્મણીની જગ્યાએ અપ્સરાનેય શરમાવે તેવી દૈવી રુપવાળી આ દેવાંગના જાણે બેઠી છે. અપ્સરાઓ વિસ્મય પામી ગઈ. જવાબમાં બ્રાહ્મણી બોલી.. આ તો ષટતિલા એકાદશીનો પુણ્ય પ્રતાપ છે. અપ્સરાઓએ બ્રાહ્મણીને વિનંતી કરી અને વ્રત અને વિધિ જાણી લીધા. પછી સ્વર્ગમાં જઈને એકાદશીની રાહ જાઈ,. સમય આવ્યે વ્રત કર્યા અને કૃત્ય કૃત્ય થઈ ગયા. આવો અનુપમ મહિમા છે ષટતિલા એકાદશીનો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન