She was offered sex comedies after roles in Badlapur and Ahalya : Radhika Apte
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ ફિલ્મમાં સેક્સ સીન શું ભજવ્યો કે મને તો એડલ્ટ ફિલ્મો ઓફર થવા લાગી : અભિનેત્રી

આ ફિલ્મમાં સેક્સ સીન શું ભજવ્યો કે મને તો એડલ્ટ ફિલ્મો ઓફર થવા લાગી : અભિનેત્રી

 | 12:19 am IST

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ ખુલાસો કરતા કહ્યું હતું કે, ફિલ્મ બદલાપુરમાં કરેલાં એક બોલ્ડ સીન બાદથી જ તેને ઘણી સેક્સ કોમેડી ઑફર તવા લાગી હતી. રાધિકાએ ફિલ્મ બલાપુરમાં એવું પાત્ર અદા કર્યુ હતું જે યુવતી પોતાને જ જીવથી મારી દેવાની ધમકી આપનારા યુવકની સામે મજબૂરીમાં પોતાનાં કપડાં ઉતારે છે. રાધિકાનું કહેવું છે લોકોએ તેમ વિચારવાનું શરૂ કરી દીધુ કે, હું ફિલ્મોમાં આ પ્રકારનાં જ રોલ કરવાનું પસંદ કરીશ.

અભિએત્રીના કહેવા પ્રમાણે, હું એવી કોઇ ફિલ્મનો ભાગ નથી બનવા ઇચ્છતી જે મારા માટે મહત્વ ન રાખતા હોય. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ‘બદલાપુર’ બાદ મને એડલ્ટ ફિલ્મો જ ઑફર થવા લાગી હતી. હાલમાં જ એક ઇવેન્ટમાં રાધિકાએ આ વાત કબૂલી છે. રાધિકાએ કહ્યું કે, ‘કારણ કે મે બદલાપુરમાં તે કરિદાર કર્યો અને એક શૉર્ટ ફિલ્મ ‘અહલ્યા’ કરી જે બાદ લોકોને એવું લાગતું હતું કે મને આવા રોલજ કરવા છે. હું એ સમયમાં એટલી ઑફર રિજેક્ટ કરતી હતી કે મને સમજાતું ન હતું કે, આ મારા કરિઅર માટે સારું છે કે નહીં.

રાધિકાએ ઉમેયું હતું કે, મને લાગે છે કે લોકો પ્રોગ્રેસિવનાં નામ પર કંઇપણ લખે છે. દાખલા તરીકે પુરુષોને નફરત કરવી પ્રોગ્રેસિવ નથી. આ કહાની કહેવાનું એક માધ્યમ છે. પણ એક નિર્દેશક કે લેખક તરીકે આપ કેટલાંક લોકો સુધી પહોંચી રહ્યાં છો. આપની વિચાર શરણી અને નજરીયો સૌથી મહત્વનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન