shefali jariwala dance on punjabi song actress video viral
  • Home
  • Featured
  • કાંટા લગા…ગર્લ શેફાલીએ પંજાબી સોંગ સાંભળી કર્યો એવો ડાન્સ, જોનારા જોતા જ રહી ગયા, Video

કાંટા લગા…ગર્લ શેફાલીએ પંજાબી સોંગ સાંભળી કર્યો એવો ડાન્સ, જોનારા જોતા જ રહી ગયા, Video

 | 2:34 pm IST

બોલીવુડની અભિનેત્રી અને બિગ બોસ 13 ની સ્પર્ધક રહી ચૂકેલી શેફાલી જરીવાલા આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલી રહે છે. અભિનેત્રી તેના અંદાજ અને સ્ટાઇલ માટે જાણીતી છે.

તેના ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થાય છે. શેફાલી જરીવાલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પંજાબી ગીતો પર ડાન્સ મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં શેફાલી જરીવાલાનો અંદાજ મનમોહક છે.

શેફાલીના આ વીડિયોને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. પ્રશંસકોને શેફાલીની આ અદા ખુબ ગમી રહી છે. વીડિયોમાં તમે જોશો કે શેફાલી અચાનક પંજાબી સોગ સાંભળીને પોતાની જાતને રોકી નથી શકતી અને ડાન્સ કરવા લાગે છે.

પ્રીન્ટેડ વનપીસમાં શેફાલી કમાલની લાગી રહી છે. આ વીડિયોમાં એકટ્રેસ તેની બેસ્ટી સાથે મસ્તી કરતી નજરે ચડે છે. શેફાલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધુમ મચાવી રહ્યો છે તો તમે પણ જુઓ આ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન