Bollywood: shekhar ravjiani pays rs 1672 for 3 egg
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની હોટલે 3 બાફેલા ઇંડાનું એટલું મોટું બીલ આપ્યું કે સંગીતકારને લાગ્યો ધ્રાસ્કો

અમદાવાદની હોટલે 3 બાફેલા ઇંડાનું એટલું મોટું બીલ આપ્યું કે સંગીતકારને લાગ્યો ધ્રાસ્કો

 | 2:20 pm IST

ઉંચી દુકાન અને ફિકા પકવાન જે કહેવત છે તે ખરા અર્થમાં સાચી નિવડી છે. ઘણી વાર મોટી મોટી હોટલોમાં વાનગીઓ ખુબ મોંઘી મળતી હોય છે. પરંતુ હાલમાં જ જાણીતા મ્યુઝિક કંપોઝર અને સંગીતકારી વિશાલ-શેખરની જોડીના શેખર રવિજાનીએ ગુરૂવારના રોજ એક હોટલનું બીલ જોઇને તેઓને જબરજસ્ત ઝાટકો લાગ્યો હતો. પણ જો ખરેખર એ બીલ જો તમે જોવો તો તમારી આંખો પણ પહોળી થઇ જશે. જી હા, શેખર એક ફાઇવ સ્ટાર હોટલમાં 3 બોઇલ્ડ ઇંડાનો ઓર્ડર આપ્યો હતો. જેનું બીલ તેઓને 1672 રૂપિયાનું પકડાવી દીધું હતું.

શેખર રવિજાનીએ આ બીલનો ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી હતી. આ ફોટામાં જોઇ શકાય છે કે, હોટલ દ્વારા માત્ર 3 ઇંડાની કિંમત જાણીને આંખો ફાટી જાય તેવી છે. તેઓએ આ બીલનો ફોટો શેર કરતા લખ્યું કે, “3 ઇંડાની સફેદી માટે 1672 રૂપિયા? આ કંઇક વધારે જ મોંઘા પડ્યા નહી”

જો કે આ ઘટના કાંઇ પહેલી વાર નથી બની કે જ્યાં ફાઇવ સ્ટાર હોટલ દ્વારા આપવામાં આવેલા બીલથી સેલેબ્રિટીશ ચોંકી ના ગયા હોય. થોડા સમય પહેલા જ બોલીવુડ અભિનેતા રાહુલ બોસને પણ આવું બીલ ફટકારવામાં આવ્યું હતું. જેનો ફોટો પણ રાહુલે પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં રાહુલને માત્ર 2 કેળા માટે 442 રૂપિયાનું બીલ ફટકારવામાં આવ્યું હતું. જો કે પછી આ મામલો વધુ પેચીદો બનતા હોટલને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તો થોડા સમય પહેલા જ પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરા પણ 5 સ્ટાર હોટલમાં ખાવા ગઇ હતી, જ્યાં તેઓની વાનગીમાં જીવાત નિકળી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

આ વીડિયો પણ જુઓ – મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સ્થાને મળશે બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન