શેખપુર શાળાના ત્રણ શિક્ષકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mehsana
  • શેખપુર શાળાના ત્રણ શિક્ષકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો

શેખપુર શાળાના ત્રણ શિક્ષકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો

 | 3:17 am IST

મહેસાણા,ખેરાલુ તા.૮

વડનગરમાં રોહિતવાસના વતની અને શેખપુર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકના આપઘાત કેસમાં તેમનાં વિધવા પત્નીએ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં શેખપુર પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણના આરોપમાં ગુનો નોંધ્યો છે. સ્યુસાઈડ નોટના આધારે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકે વડનગરમાં રેલવે ફાટક નજીકના અવાવરુ કૂવામાં પડી આત્મહત્યા કરી હતી.

શેખપુર(એ)ની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક મહેશભાઈ ભીખાભાઈ ચૌહાણે આપઘાત કરતાં અગાઉ શાળાના ત્રણ શિક્ષકો ઉપર ગંભીર આક્ષેપો કરતી સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, શાળાના આ શિક્ષકો તેમનાં ચા-પાણી અને નાસ્તાનો ખર્ચ ભોગ બનનાર ઉપર નાખતા હતા અને દલિત સમાજના હોવાથી અવાર નવાર ત્રાસ આપતા હતા. આ ત્રાસ સહન ન થતાં તેમજ દેવુું થઈ જતાં તેમણે આપઘાત કર્યો હતો.

મરનારનાં પત્ની ઈલાબેન ચૌહાણે શેખપુર પ્રાથમિક શાળાના શિક્ષકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વડનગર પોલીસે શેખપુર પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકો મોમીન હુસેન અબ્બાસભાઈ, વિનોદભાઈ પ્રજાપતિ અને ઠાકોર અમાજી અનારજી વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ અને એટ્રોસિટી એક્ટની કલમ ૩(૨)(૫) અન્વયે મહેસાણા પોલીસ બેડાના એસસી.એસટી સેલના ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી છે.

મધ્યાહન ભોજન યોજનાના સંચાલકના આપઘાતના બનાવના ઘેરાપ્રત્યાઘાતના સ્વરૂપે મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલાઓએ આ પ્રકારનું વર્તન રાજ્યમાં મોટાભાગની શાળાઓમાં થતું હોવાનું જણાવી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે.