શેલ કંપનીઓ માટે સરકાર દ્વારા લેવાયેલાં વધુ પગલાં - Sandesh
  • Home
  • Business
  • શેલ કંપનીઓ માટે સરકાર દ્વારા લેવાયેલાં વધુ પગલાં

શેલ કંપનીઓ માટે સરકાર દ્વારા લેવાયેલાં વધુ પગલાં

 | 5:08 am IST

નવી દિલ્હી  :

શેલ કંપનીઓ માટે સરકારે વધુ પગલાં લીધાં છે. આગામી નાણાકીય વર્ષની શરૂઆતથી રૂ.૩,૦૦૦ સુધીની ટેક્સ જવાબદારી ધરાવતી કંપનીઓની હાલની ટેક્સ માફી પાછી ખેંચી લેવાનું સૂચન સરકારે કર્યું છે.

શેલ કંપનીઓ ઉપર ત્રાટકવાના પગલાંમાં સરકારના નિર્ણય અનુસાર ટેક્સની ઓછી જવાબદારી ધરાવતી કંપનીઓએ પણ રિટર્ન ભરવું પડશે.

રિટર્ન ભરવામાં નિષ્ફળતા બદલ કાર્યવાહી કરવા સંબંધે આવકવેરા ધારાની જોગવાઇને ૨૦૧૮-૧૯માં તર્કસંગત બનાવવામાં આવી છે. આથી, કોઈ એક વર્ષમાં આવકવેરાનું રિટર્ન ભરવાનાં કોઈપણ ક્ષતિના કેસમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કે ડિરેક્ટર સામે કાર્યવાહી થઈ શકે.

આવકવેરા ડિપાર્ટમેન્ટ હવે આવી કંપનીઓના રોકાણનું પગેરુંં મેળવશે. તદુપરાંત ઓછો નફો બતાવનારી અને પ્રથમવાર આવકવેરાનું રિટર્ન ભરનારી કંપનીઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, એમ નાણામંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

દેશમાં અંદાજે ૧૨ લાખ કંપનીઓ છે. તે પૈકી માત્ર સાત લાખ કંપનીઓએ ર્વાિષક ઓડિટ રિપોર્ટ સહિત તેમનાં રિટર્ન ભર્યા હતા. આ પાંચ લાખમાંથી ત્રણ લાખ કંપનીઓએ શૂન્ય આવક બતાવી હતી. આવકવેરા ધારાની કલમ ૨૭૬ સીસીની જોગવાઇ અનુસાર કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક રિટર્ન ભરવામાં નિષ્ફળ જાય તો તેને જેલની સજા અને દંડ કરવામાં આવી શકે. જોકે, ટેક્સની જવાબદારી રૂ.૩,૦૦૦થી વધુ ન હોય તો કોઈ કાર્યવાહી થઈ ન શકે.  સરકારે હવે આ જોગવાઇમાં વર્તમાન વર્ષના એક એપ્રિલથી અમલી બને એ રીતે સુધારો કર્યો છે અને આવી કંપનીઓને મળતી માફીને પાછી ખેંચી લીધી છે.  શેલ કંપનીઓ અથવા તો બેનામી મિલકત ધરાવતી કંપનીઓ દ્વારા સૂચિત જોગવાઇનો દુરુપયોગ અટકાવવા તેમાં સુધારો સૂચવાયો છે કે જેથી કરીને કંપનીને સૂચિત પેટા કલમનો લાભ ન મળે.

;