shepherd doing acting on salman khan hum aapke hain koun song
  • Home
  • Featured
  • VIDEO: ઘેટા-બકરાં લઈને જતો આ ગોવાળિયો એવો હસ્યો કે બોલિવૂડની અભિનેત્રીઓ ફિદા થઈ ગઈ!

VIDEO: ઘેટા-બકરાં લઈને જતો આ ગોવાળિયો એવો હસ્યો કે બોલિવૂડની અભિનેત્રીઓ ફિદા થઈ ગઈ!

 | 5:47 pm IST

ટ્વીટર પર એક વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો તે વ્યક્તિનો છે જે સલમાન ખાનની ફિલ્મ હમ આપકે હૈ કૌનનાં ગીત પર અભિનય કરતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ વ્યક્તિ ઘેટાં બકરાનાં ટોળા સાથે જોવા મળી રહ્યો છે. તે ખૂબ મનોરંજક સાથે અભિનય કરે છે, તેની પાછળ ઘેટાં દોડતા હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. આ વીડિયોને બોલિવૂડ અભિનેત્રી દિવ્યા દત્તાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને આ વ્યક્તિના ટેલેન્ટની પ્રશંસા પણ કરી છે.

બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા દત્તાએ આ વીડિયો શેર કરીને લખ્યું કે, ‘આ સ્માઈલ. ખૂબ જ મીઠી. ભગવાન તેને આશીર્વાદ આપે. દિવ્યા દત્તાએ તેના સ્મિતની પ્રશંસા કરી છે. આ વાયરલ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. દિવ્યા દત્તા વિશે વાત કરવામાં આવે તો તેની આગામી ફિલ્મોમાં ‘નાસ્તિક’ અને ‘શીર કોર્મા’ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન