Sherlyn Chopra accuses Raj Kundra abuse help from CM Uddhav Thackeray
  • Home
  • Entertainment
  • Bollywood
  • કુન્દ્રાએ મારું યૌન શોષણ… શર્લિને CM ઠાકરે પાસે માગી મદદ

કુન્દ્રાએ મારું યૌન શોષણ… શર્લિને CM ઠાકરે પાસે માગી મદદ

 | 6:25 pm IST
  • Share

  • શર્લિનના એક પછી એક રાજ કુન્દ્રા પર ગંભીર આરોપ
  • વીડિયો શેર કરી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે હાથ જોડી માંગી મદદ

બોલ્ડ અભિનેત્રી શર્લિન ચોપરા પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર સતત ગંભીર આરોપો લગાવી રહી છે. અત્યાર સુધી શર્લિનએ રાજ કુન્દ્રા વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તાજેતરમાં જ અભિનેત્રીએ એક વીડિયો બહાર પાડ્યો છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેને રાજ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ટ્વિટર પર વીડિયો શેર કરતા શર્લિન ચોપરાએ લખ્યું- ‘માનનીય મુખ્યમંત્રી, ઉદ્ધવ ઠાકરે જી, ગૃહમંત્રી, પાટિલ જી, પોલીસ કમિશનર, મુંબઈ, નાગરાલે જી, કૃપા કરીને મારી મદદ કરો …’

 

આ વિડીયોમાં શર્લિન ચોપડા કહી રહી છે- “માનનીય મુખ્યમંત્રી, નમસ્કાર … હું તમારો સમય બગાડ્યા વગર સીધા મુદ્દા પર આવી ગઇ છું. 14 ઓક્ટોબર 2021 ના ​​રોજ, હું રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જુહુ પોલીસ ચોકી ગઇ હતી. ફરિયાદમાં લખ્યું છે કે રાજ કુન્દ્રાએ મારી સાથે છેતરપિંડી કરી, યૌન શોષણ કર્યું, બળાત્કાર કર્યો, ક્રિમીનલ ધમકી (ફોજદારી ધાકધમકી) આપી. અંડરવર્લ્ડને ધમકી આપી અને ઘણી બધી બાબતો લખાઈ છે. અત્યાર સુધી મુંબઈ પોલીસે મને નિવેદન નોંધવા માટે બોલાવી નથી. હું તમને વિનંતી કરું છું કે મને વહેલામાં વહેલી તકે મારા નિવેદનને રેકોર્ડ કરવા માટે બોલાવવામાં આવે જેથી મારી ફરિયાદની નોંધ લીધા પછી FIR નોંધવામાં આવે અને તપાસ શરૂ કરી શકાય. એકવાર તપાસ શરૂ થયા બાદ આવી બાબતો સામે આવશે, જે કદાચ આજ સુધી જાહેર કરવામાં આવી નથી.

શર્લિનએ આગળ કહ્યું- મુખ્યમંત્રી, આ પહેલા પણ હું જુહુ પોલીસ ચોકી ગઇ હતી તે લગભગ 14 એપ્રિલ 2021 છે. પછી હું રાજ કુન્દ્રા સામે જાતીય શોષણની ફરિયાદ નોંધાવવા ગઇ. મેં રાહ જોઈ પણ નિવેદન રેકોર્ડ કરવા માટે ફોન આવ્યો નહીં. દરમિયાન, 19 મી એપ્રિલ 2021 ના ​​રોજ, રાજ કુન્દ્રા મારા ઘરે આવ્યો આજ ઘરમાં… તેણે મને ધમકાવી, ધમકી આપી અને અંડરવર્લ્ડની ધમકી આપી. હું એટલી ડરી ગઇ હતી કે બીજા જ દિવસે હું જુહુ પોલીસ ચોકી ગઇ અને મારી ફરિયાદ પાછી ખેંચી લીધી. હું ઇચ્છું છું કે આ વખતે મને નિવેદન નોંધવા માટે તરત જ બોલાવાવમાં આવે.. “

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો