sherlyn chopra complaint against raj kundra Due to not given money
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજ કુન્દ્રાની વધશે મુશ્કેલી, શર્લિન પહોંચી પોલીસ સ્ટેશન, કામ કરાવ્યું પણ…

રાજ કુન્દ્રાની વધશે મુશ્કેલી, શર્લિન પહોંચી પોલીસ સ્ટેશન, કામ કરાવ્યું પણ…

 | 4:55 pm IST
  • Share

  • અભિનેત્રી શર્લિનના ઘરમાં ઘુસી રાજે કરી હતી જબરદસ્તી કિસ

  • 2019થી રાજ કુન્દ્રાની એડલ્ટ એપ્લિકેશન્સ માટે બનાવતી હતી કન્ટેન્ટ

  • રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી શર્લિન


અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈએ પોર્ન વીડિયો બનાવવા અંગે ધરપકડ કરી હતી. રાજ તેની ધરપકડના બે મહિના બાદ 21 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો. રાજ હાલ તેના પરિવાર સાથે છે. રાજની ધરપકડ બાદ અભિનેત્રી શર્લિન ચોપરાએ રાજ વિશે ઘણા ખુલાસા અને ગંભીર આક્ષેપો કર્યા હતા. હવે શર્લિન રાજ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરવા જુહુ પોલીસ સ્ટેશન પહોંચી છે. અભિનેત્રી તેના વકીલો સાથે જુહુ પોલીસ સ્ટેશન પહોંચી છે.

શર્લિનનું કહેવું છે કે રાજને હજુ સુધી તેના કામ માટેના પૈસા આપ્યા નથી. આ મામલે અભિનેત્રી રાજ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં FIR નોંધાવવા માંગે છે. રાજની ધરપકડ બાદ શર્લિનએ રાજ પર બળજબરીથી ઘરમાં ઘૂસીને કિસ કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુન્દ્રા છે. 2019 થી તે રાજ માટે એડલ્ટ એપ્લિકેશન્સ માટે કન્ટેન્ટ બનાવી રહી હતી. આ દરમિયાન રાજ એકવાર તેના ઘરમાં ઘૂસી ગયો અને શર્લિન સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો. શર્લિનના રાજ સામે યૌન શોષણના આરોપો બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી હતી. તેણે પોલીસને આપેલા નિવેદનમાં રાજ સામે કડક ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની તપાસ બાદ રાજ સામે કાર્યવાહી થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે રાજ આ દિવસોમાં જામીન પર બહાર છે અને પરિવાર સાથે ઘરે છે. રાજ પર આરોપ હતો કે તેણે તેના સાથીઓની મદદથી પોર્ન ફિલ્મો શૂટ કરી હતી અને અલગ અલગ કંપનીઓ બનાવીને તેના કન્ટેન્ટમાંથી મોટી રકમ ઉઘરાવી હતી. જોકે, શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો હતો કે તે રાજના આ કામ વિશે કશું જ જાણતી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો