Sherlyn Chopra Filed A Complaint Against Raj Kundra Shilpa Shetty Kundra
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજ કુન્દ્રા-શિલ્પા શેટ્ટી પર શર્લિન ચોપરાએ લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું – છોકરીઓ પાસેથી અંગ પ્રદર્શન…

રાજ કુન્દ્રા-શિલ્પા શેટ્ટી પર શર્લિન ચોપરાએ લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું – છોકરીઓ પાસેથી અંગ પ્રદર્શન…

 | 1:36 pm IST
  • Share

  • શર્લિન ચોપરાએ રાજ-શિલ્પા વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

  • શર્લિન ચોપરાએ ટ્વિટર પર શેર કર્યો વીડિયો 

  • કહ્યું – છોકરીઓ પાસે અંગ પ્રદર્શન કરાવીને પેમેન્ટ નથી આપતા 

જ્યારથી બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયા ત્યારથી શર્લિન ચોપરા તેમના પર કોઈને કોઈ આરોપો લગાવતી રહે છે. હવે અભિનેત્રી શર્લિન ચોપડાએ 14 ઓક્ટોબરે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે કથિત રીતે છેતરપિંડી અને માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ નોંધાવી છે.

રાજ અને શિલ્પા સામે ફરિયાદ

મીડિયા સાથે વાત કરતા શર્લિન ચોપડાએ કહ્યું કે ‘મેં રાજ કુન્દ્રા સામે જાતીય સતામણી, છેતરપિંડી અને ધમકી આપવા માટે ફરિયાદ કરી છે.’ શર્લિન ચોપરા રાજ કુન્દ્રા સામે આ પહેલા પણ ફરિયાદ નોંધાવી ચુકી છે. જો કે શર્લિન ચોપરાએ પહેલી વખત શિલ્પા પર આરોપ લગાવ્યો છે. શર્લિન ચોપરાએ આ અંગે ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે આ ફરિયાદ અંગે વાત કરી છે.

શર્લિન ચોપરાએ કહ્યું- ‘છોકરીઓ પાસે અંગ પ્રદર્શન કરાવીને પેમેન્ટ નથી આપતા…’

શર્લિન ચોપરાએ વધુમાં કહ્યું કે ‘તેમણે અંડરવર્લ્ડની ધમકી આપી. તમને સારી રીતે યાદ હોવું જોઈએ કે તમે મારી સાથે યૌન શોષણ કર્યું. છોકરીઓ પાસેથી અંગ પ્રદર્શન કરાવ્યા બાદ તમે એમનું પેમેન્ટ કેમ નથી કરતા? તમે તેમને ચૂનો કેમ લગાવો છો? આર્ટિસ્ટના ઘરે જઈને તેને અંડરવર્લ્ડની ધમકી આપે છે. તેઓ કહે છે કે યૌન શોષણનો કેસ પાછો લો નહીંતર તમારું જીવન બરબાદ થઈ જશે.’

તે આગળ કહે છે, ‘તેઓએ મને ડરાવી અને ઘણી ધમકીઓ આપી. હું સિંગલ વુમન છું. એકલા રહેતા મને ડર લાગતો હતો. આજે હું હિંમત કરીને પાછી આવી છું.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો