Sherlyn Chopra Taunting Post On Raj Kundra And Shilpa Shetty
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પહેલા શિલ્પા શેટ્ટી અને હવે રાજ કુન્દ્રાને માર્યો ટોણો, શર્લિન ચોપરાએ ટ્વીટ કરી કહ્યું – ‘કેટલું સરસ…’

પહેલા શિલ્પા શેટ્ટી અને હવે રાજ કુન્દ્રાને માર્યો ટોણો, શર્લિન ચોપરાએ ટ્વીટ કરી કહ્યું – ‘કેટલું સરસ…’

 | 5:01 pm IST
  • Share

ઉદ્યોગપતિ અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં 62 દિવસ પછી જામીન મળી ગયા છે અને તે જેલમાંથી બહાર આવી ગયા છે. રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એપ્લિકેશન દ્વારા પબ્લિશ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. જેલમાંથી રાજ કુન્દ્રાના ઘરે પહોંચવાના થોડા સમય પહેલા જ અભિનેત્રી અને મોડલ શર્લિન ચોપરાએ ટ્વીટ કરીને રાજને ટોણો માર્યો છે.

અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરાએ ટ્વીટ કરીને રાજ કુન્દ્રા પર કટાક્ષ કર્યો હતો. શર્લિને રાજ કુન્દ્રાનું ટ્વીટર બાયો શેર કર્યું અને લખ્યું – ‘કેટલું સુંદર ટ્વીટર બાયો છે’. રાજ કુન્દ્રાના ટ્વીટર બાયોમાં લખ્યું છે- ‘રસ્તાઓની યોગ્ય પસંદગી જ જીવન છે.’ આનો સ્ક્રીનશોટ શેર કરીને શર્લિન ચોપરાએ ટોણો માર્યો છે. જણાવી દઈએ કે, શર્લિન સતત રાજ કુન્દ્રા પર આરોપ લગાવી રહી છે.

તેમણે રાજ પર જ નહીં પણ શિલ્પા શેટ્ટી પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. શર્લિનએ શિલ્પા શેટ્ટીને ગઈકાલે જ ટોણો માર્યો હતો. શિલ્પા શેટ્ટીની વૈષ્ણો દેવી યાત્રાનો વીડિયો શેર કરીને શર્લિન ચોપરાએ લખ્યું, ‘દીદી, તમે નિયમિત યોગ કરો છો અને કસરત કરો છો, તો માતા વૈષ્ણો દેવીજી પાસે ચાલીને જવામાં કેમ મુશ્કેલી આવી?’

જણાવી દઈએ કે, FIR મુજબ, આ કેસમાં શર્લિન ચોપરાએ પોલીસની સામે રાજ કુન્દ્રાનું નામ લીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શર્લિન ચોપરાનું કહેવું છે કે, રાજ કુન્દ્રા જ તેને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવ્યા હતા. શર્લિન ચોપરાને દરેક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયાનું પેમેન્ટ મળતું હતું. શર્લિનના જણાવ્યા મુજબ, તેણે આવા 15 થી 20 પ્રોજેક્ટ કર્યા છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો