એકાદશીની રાતે ચોક્કસ કરો આ કાર્ય, નહી રહે પૈસાની કમી - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • એકાદશીની રાતે ચોક્કસ કરો આ કાર્ય, નહી રહે પૈસાની કમી

એકાદશીની રાતે ચોક્કસ કરો આ કાર્ય, નહી રહે પૈસાની કમી

 | 6:26 pm IST

12 જાન્યુઆરી એટલે કે આવતી કાલે ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી તિથિ અને દેવી લક્ષ્મીને સમર્પિત શુક્રવારે શુભ સંયોગ છે. સામાન્ય રીતે બધી એકાદશી પર ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે પરંતુ એકાદશીના દિવસે કરવામાં આવતી પૂજાથી બમણો લાભ થશે. દેવી લક્ષ્મીના સ્વામી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા રહેશે.

એકાદશીની રાતે ઉંઘતા પહેલાં કોઈ પણ ચાર રસ્તા પર તેલનો દિવો કરવો. દિવો કર્યા પછી પાછળ ફરીને ના જોવું અને પોતાના ઘરે પાછા આવી જવું. આવું કરવાથી ઘન સંબંધી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે અને જીવન ભર પૈસાની સમસ્યા નહી રહે. તમે ઈચ્છો તો તમે એકાદશીનું વ્રત પણ કરી શકો છો. વ્રત કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુની સાથે સાથે મહાલક્ષ્મીની કૃપા રહેશે.

પીપળાના ઝાડનું શાસ્ત્રોમાં બહુ મહત્વ છે અને તેમાં શ્રી હરિ વિષ્ણુનો વાસ છે તેવું માનવામાં આવે છે. જ્યારે પિપ્પલાદ મુનિએ પીપળાના ઝાડ નીચે તપસ્યા કરીને શનિ દેવને પ્રસન્ન કર્યા તેના પછી આ ઝાડનું નામ પીપળો રાખવામાં આવ્યું હતું. શુક્રવારે સાંજે પીપળાના ઝાડ પાસે તલના તેલથી દીવો કરવો અને ‘ऊँ नमो भगवते वासुदेवाय’ મંત્રનો જાપ 108 કરવો.

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે પીપળાના ઝાડની પૂજા કરવાથી પતિની ઉંમર વધે છે અને બધા સંકટો દૂર થાય છે. તેમજ ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે અને વેપાર-વ્યસાયની સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે.