NIFTY 9,491.25 -20.15  |  SENSEX 30,834.32 +-123.93  |  USD 64.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Patan – Banaskantha
  • શિહોરી દેના બેન્કના કર્મીઓની બેદરકારીથી એક ગ્રાહકના ખાતામાંથી રૂ. ૩૯૨૫ કપાયા

શિહોરી દેના બેન્કના કર્મીઓની બેદરકારીથી એક ગ્રાહકના ખાતામાંથી રૂ. ૩૯૨૫ કપાયા

 | 6:36 am IST

શિહોરી, તા.૧૯

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં આવેલી દેના બેન્કની વધુ એક કરતુત સામે આવી છે. જોકે વિનય એન્ટરપ્રાઈઝનો માલિક તા. ૪-૧-૧૭ના રોજ દેના બેન્ક શિહોરીમાં પોતાના એકાઉન્ટ નં. ૦૨૯૬૧૧૦૩૧૦૫૨માં લેવડદેવડ માટે ૨૫ પાનાની નવી ચેકબુક લેવા માટે ગયેલ ત્યારે બેન્કમાંથી પોતાના ખાતામાંથી બપોરે ૩.૦૨ વાગે ૩૪૧૩ કપાયા અને ૩.૦૮ વાગે રૂ. ૫૧૨ કપાયેલાનો પોતાના મોબાઈલમાં મેેસેજ આવતાં વિનય એન્ટરપ્રાઈઝનો માલિક માધવલાલ ખેમાજી માળી ચોંકી ઊઠયા હતા અને બેન્કમાં દોડી ગયા હતા. ત્યાર બાદ બેન્ક કર્મચારીઓએ ગલ્લાંતલ્લાં બતાવીને બેન્કમાં અરજી આપવાનું કહેતાં તા. ૧૧-૧-૧૭ના રોજ ફરી અરજી કરી પોતાના પૈસા જમા કરાવવા બેન્કને આજીજી કરી હતી પરંતુ શિહોરી દેના બેન્ક દ્વારા આજ દિવસ સુધી વિનય એન્ટરપ્રાઈઝને રૂપિયા પાછા જમા કર્યા નથી.

આમ શિહોરી દેના બેન્કના કર્મચારીઓ પોતાની મનમાની ગ્રાહકો સાથે કરી નિયમો અને કાયદાના ધજીયા ઉડાવી રહ્યા છે. હવે જો શિહોરી દેના બેન્ક ગ્રાહકના નાણાં પરત નહીં આવે તો વિનય એન્ટરપ્રાઈઝના માલિકે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી બેન્કની શાન ઠેકાણે લાવવા જણાવ્યું હતું.